નવજોત સિધ્ધુ ફરી ફસાયા?

મુસ્લિમ સમાજને એક થઈ નરેન્દ્ર મોદી વિરુદ્ધ મતદાન કરવાના નિવેદનથી સિદ્ધુ ફસાયા

જાહેર જીવનમાં વારંવાર વિવાદ ભો કરવા માટે જાણીતા કેટલાક લોકોમાં મોખરે રહેલા ક્રિકેટર નવજોત સિંઘ સિધ્ધુ સામે કતિહાર જિલ્લા પ્રસાસને કોમવાદી નિવેદન કરવા અંગે ફોજદારી રાહે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નવજોતસિંઘ સિધ્ધુએ જાહેરસભામાં મુસ્લિમોને એક થઈ વડાપ્રધાન નરેન્દ્રમોદી વિરૂધ્ધ મતદાન કરવાના નિવેદન કરતા ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જિલ્લા પ્રસાસને નવજોત સિધ્ધુ સામે મુસ્લિમો ને ધર્મના આધારે એક થઈ નરેન્દ્ર મોદી વિરૂધ્ધ મતદાન કરવાનું કહેવાયું હતુ.

પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતુ કે નવજોત સિધ્ધુ સામે બિહારના કતિયાર જિલ્લા બરસોઈ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બરસોઈ પોલીસ મથકના ચંદ્રપ્રકાશે જણાવ્યું હતુ કે સિધ્ધુ સામે કલેકટરનની પ્રતિબંધ જાહેરનામાના ભંગ અને ૧૯૫૧ના જનપ્રતિનિધિ મંડળ ધારાની ૧૨૩-૩ અને ૧૨૫ અન્વયેલ, વિવાદિત નિવેદન અંગે જિલ્લા પ્રશાસકની ફલાઈગ સ્કોડના મેજીસ્ટ્રેટ રાજીવકુમારના નામે નોંધવામાં આવી છે.

કલમ ૧૨૩-૩માં ચૂંટણી દરમ્યાન ધર્મજાતી સંપ્રદાય અને ભાષાના આધારે કોઈપણ નિવેદન કે અપીલ પર પ્રતિબંધ છે. જયારે કલમ ૧૨૫ ચૂંટણી સંદર્ભે આરાજકતા ફેલાવાની કલમ છે. સિધ્ધુએ મુસ્લિમોને એક થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂધ્ધ મતદાન કરવાની અપીલ કરી બેઠા હતા. કોંગ્રેસના ઉમેદવાર તારીખ અનવરનાં સમર્થનમાં બલરામપૂર વિધાનસભા મત વિસ્તારનાં બરસોઈ ખાતે બિહારની કતિયાર લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર વખતે આ નિવેદન કર્યું હતુ હું અહી મુસ્લીમ ભાઈઓને જાગૃત કરવા આવ્યો છું.

તમે ૬૪% વસ્તી ધરાવતા સમુદાયમાં છો તમે બધા મુસ્લિમો મારી પાઘડી છોડુ તમે બધાએ પંજાબમાં કામ કર્યું છે.અને પંજાબમાં મારો સંપૂર્ણ પ્રેમ મેળવ્યો છે. પંજાબમાં મુસ્લિમોને કોઈપણ તકલીફ પડે તો સિધ્ધુ તમારી પડખે ઉભો રહેશે. મહેમાન જો હમારા હોતા હૈ વો જાન સે પ્યારા હોતા હય. મુસ્લિમભાઈઓતે લોકો તમને વિભાજીત કરે છે. અને તમારા મતોથી ઉવેશી સાહેબ જેવા ચૂંટાય છે તેમ ૬૪% વસ્તી ધરાવતો સમુદાય છે. તમે અહી લઘુમતીમાં નથી અહી તમારી બહુમતી છે.

જો તમે બધા એક થાવ અને મતદાન કરો આ વખતે છકકો મારીને મોદીને બ્રાઉન્ડરીની બહાર કાઢવાના છે. આમ ક્રિકેટરમાંથીરાજકારણી બનેલા સિધ્ધુએ જણાવ્યું હતુ કે જો તમે એકતા બતાવશો તો તમારા ઉમેદવાર તારીક અનવરને કોઈ હટાવી નહી શકે. સિધ્ધુ બિહારના સીમાચલ વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. કતિયાર, કિશનગંજના બહુમતી, મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં આસુદીન ઉવેશીએ ઉમેદવારો ઉતાર્યા છે.

સિધ્ધુએ મુસ્લિમોને કરેલી આ અપીલના આક્ષેપ ઉગ્ર વિરોધ કર્યા છે. રાજયનાં ઉપપ્રમુખ દેવેશકુમાર અને નિખિલકુમાર મુખ્ય ચૂંટણી અધિકારીને મળ્યા હતા અને સિધ્ધુ સામે કેસ અને પ્રચાર પર પ્રતિબંધની માગં કરી હતી તેમણે જણાવ્યું હતુ કે તેમણે કોંગ્રેસ પર સિધ્ધુ સામે કેસ કરવા અંગે પ્રહારો કર્યા હતા. પ્રસાસને સિધ્ધુ સામે કાયદેસરની કાર્યવાહીમાં કોઈ કચાશ નહી રહે તેની ખાતરી આપીહતી.

ચૂંટણી પંચ દ્વારા સિધ્ધુએ કરેલા નિવેદનની ચર્ચાવાળી વિડિયો કિલપ લઈને તેનું પૃથ્થકરણ કરવા સાથે પંજાબના મંત્રી અને ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોતસિંઘ સિધ્ધુ સામે પગલાની કાર્યવાહી ધપાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.