મારવાની ધમકી આપી જબરદસ્તી કોરા કાગળ પર સહી કરાવી: જેનો ઉપયોગ ગેરકાયદે થાય તેવો ભય
સેલવાસના પિપરીયામાં આવેલી સરલા પર ફોન્સ એન્ડ ફાયબર કંપનીના ૧પ૦ જેટલા વર્કરો અખીલ દાદરાનગર હવેલી કામદાર સંઘના મેમ્બર છે. જેમાંથી કેટલાક કામદારોને કંપની મેનેજમેન્ટના કોન્ટ્રેકટરો દ્વારા જબરદસ્તીથી કોરા કાગળ પર સહી કરાવવા બદલ કામદાર સંઘના જનરલ સેક્રેટરી ઇન્દ્રજીત પરમારે પિપરીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. અને ગુનેગારો વિરુઘ્ધ કાયદાકીય કાર્યવાહી કરી કોરા કાગળ પરત આપવા માંગણી કરી છે. ફરીયાદમાં જણાવાયું છે કે બે દિવસે પહેલા ૧પ નવેમ્બરથી
અમારા કામદારોને મેનેજમેન્ટના કોન્ટ્રેકટર પંકજસિંગ, સંજય સિંગ, હરિપ્રસાદ સિંગ, મદન તિવારી, જીતેન્દ્ર શર્મા તેમજ અન્ય લોકોએ મળીને મારવાની ધમકી આપી જબરદસ્તી કોરા કાગળ પર સહી કરાવી છે અને તેનો ઉપયોગ ગેરકાયદેસર થાય તેવો અમને ભય છે. અને આ સહી કરાયેલો કાગળ કામદારોને પરત મળે તેવી રજુઆત કરાઇ છે.