કેન્દ્ર સરકાર દ્વારા રાઈટ ટુ એજયુકેશન એકટ ૨૦૦૯માં અમલમાં મુકાયો. જેમાં દરેક ખાનગી શાળા દ્વારા ઓછામાં ઓછા ૨૫ ટકા ગરીબ બાળકોને પ્રવેશ આપવો જેની સામે રાજય સરકાર દ્વારા વર્ષ પ્રમાણે શાળાઓને લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ કાયદાની જોગવાઈ મુજબ ફ્રી ટ્રાન્સપોર્ટેશન, પાઠય પુસ્તક, નોટબુકસ, ડ્રેસ અને બુટ સહિતની રકમ રાજય સરકાર આપે છે. આ સંજોગોના ૨૫ ટકા પ્રવેશ ન ફાળવતા ૨૧ હજાર બાળકો ભણતરથી વંચિત રહે છે. ત્યારે રાજય સરકારે બાળકોના ભણતરમાં વધુ ‚ા.૨૭.૩ કરોડ ગ્રાન્ટ ફાળવવા વિનંતી કરી છે. આર.ટી.ઈ.કાયદાનું બંધારણ પ્રમાણે અમલ કરાવ્યું એ શિક્ષણ વિભાગની ફરજ છે. જો આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાત એજયુકેશન કમિટી દ્વારા કોર્ટના દ્વારા ખટખટાવી ન્યાય પ્રક્રિયા પ્રમાણે દાદ માંગવામાં આવશે તેવું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ બોગસ એડમિશન મેળવનાર સામે પોલીસ ફરિયાદ કરાશે
Previous Articleસીએમના રૂટ પર બંને તરફના માર્ગ બંધ નહી કરાઇ
Next Article કોંગ્રેસના સુરેશ સવસેતાએ કેસરીયો ખેસ ધારણ કર્યો