ગુજરાતમા બાહોસ પીઆઇ તરીકે ગણાતા એન.કે.વ્યાસને પણ વિચારતા કરી દીધા એવા ધ્રાગધ્રા શહેરમા અનેક મુછે લીંબુ ઠેરવતા પોલીસકર્મીઓને ધુળ ચાટતા કરી દીધા હોવાના દાખલા હયાત છે ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લામા ધ્રાગધ્રા પોલીસ સ્ટેશન સજાનુ પોલીસ સ્ટેશન ગણવામા આવે છે. ધ્રાગધ્રા શહેરમા રાજકારણી નેતા અહિનો રાજા અને પ્રજા અહિના સેનાપતિઓ ગણાય છે કારણ કે અહિ પોલીસ કરતા વધુ પ્રજાને કાયદાનુ જ્ઞાન હોય તેમ લાગે છે.
ત્યારે અગાઉ ધ્રાગધ્રા શહેરના અનેક વિસ્તારોમા ચાલતી અસામાજીક પ્રવૃતિઓ પર દરોડા દરમિયાન ધ્રાગધ્રા ડી-સ્ટાફમા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહાવીર રાઠોડ હાલ રાજકોટ આર.આર.સેલમા આરોપી અટક કરવાની ફ્લો સ્વોડઁમા ફરજ બજાવે છે જે પોલીસકર્મી મહાવીર રાઠોડ દ્વારા ધ્રાગધ્રા સીટી પોલીસ સ્ટેશને સાતેક જેટલા શખ્સો દ્વારા શહેરના હરીપર રોડ પાસે પોતાને માર માર્યા તથા જાનથી મારી નાખવાની ધમકીની ફરીયાદ નોંધાવી છે આ ફરીયાદમા મહાવીર રાઠોડ દ્વારા જણાવાયુ હતુ કે પોતે હરીપર રોડ પરથી કાર લઇને નિકળતા ત્યા ઉભેલા કાંતિભાઇ, હર્ષદભાઇ, મહેન્દ્રભાઇ, હિતેશભાઇ તથા અન્ય ત્રણ શખ્સોએ પોલીસકર્મીની કાર રોકાવી માર માર્યા બાદ શર્ટ ફાડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામા તરફે આર.આર.સેલના પોલીસકર્મી વિરુધ્ધ મહિલેના ટોળા દ્વારા સીટી પોલીસ સ્ટેશને લેખીત રજુવાત કરી હતી. કે મહાવીર રાઠોડ નામના પોલીસકર્મી દ્વારા શહેરના આંમ્બોડકર નગર પાસે આવેલી પાણીની ટાંકી પાસે પોતાના સમાજની યુવતિને આ પોલીસકર્મી દ્વારા પોતે આર.આર.સેલમા હોવાનો તથા પોલીસ હોવાનો ખોફ દેખાડી કારમા બેસી જવા માટે અને અશ્લીલ માંગણીઓ કરી તમામ પ્રકારનુ સુખ આપવાની જબરદસ્તી કરી હતી.
ત્યારે આર.આર.સેલના પોલીસકર્મી સામે પણ આ વિસ્તારની મહિલાઓ દ્વારા ગંભીર આક્ષેપ કરતા પોલીસ પર બદનામીનો દાગ લાગ્યો છે જોકે અગાઉ પણ આજ રીતે વિધવા મહિલાની છેડતી મામલે સીટી પોલીસના બે પોલીસકર્મીઓ વિરુધ્ધ ભારે હોબાળો મચ્યો હતો તેવામા વધુ એક આર.આર.સેલના પોલીસકર્મી વિરુધ્ધ યુવતિને છેડતીનો આક્ષેપ થયો છે.
જોકે હાલ ધ્રાગધ્રા સીટીના પીઆઇ ખુમાનસિંહ વાળા તથા ડીવાયએસપી આર.બી દેવધા પીએમ બંદોબસ્ત માટે જામનગર હોવાથી મહિલાઓની પોલીસકર્મી વિરુધ્ધ લેખીત રજુવાત ધ્રાગધ્રા સીટીના પીએસઓ દ્વારા સ્વીકારી પોલીસ અધિકારી આવ્યા બાદ ફરીયાદની તજવીજ થવા જણાવ્યુ હતુ પરંતુ હવે પ્રજા તથા પોલીસકર્મીની સામ-સામે જંગમા તપાસ બાદ જ ખેખરનુ તથ્ય બહાર આવશે ત્યારે હાલ આ કિસ્સો સમગ્ર પંથકમા વાયુ વેગે પ્રસરી જતા આર.આર.સેલના પોલીસકર્મી વિરુધ્ધ પંથકની દરેક મહિલાઓમા ફિટકાર વર્ષી રહ્યો છે.
—> આર.આર.સેલના પોલીસકર્મી દ્વારા પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવ્યા બાદ હવે પોતે જ છેડતી કરી હોવાના આક્ષેપમા ફસાયા છે.
—> પોલીસકર્મી વિરુધ્ધ મહિલાઓ દ્વારા ગંભીર આક્ષેપોને લઇને પોલીસકર્મી મહાવીર રાઠોડ પર ક્યા પ્રકારની પોલીસકર્મી થશે તેના પર સૌની નજર.
—> શુ ખરેખર પોલીસકર્મી મહાવીર રાઠોડે મહિલાની છેડતી કરી છે ? આ પ્રશ્નને લઇને પોલીસ પણ મુંજવણમા મુકાઇ છે