ભાદર ડેમના સિક્યુરિટી ગાર્ડે માછીમારીનો આક્ષેપ કર્યો તો સામા પક્ષે વિના કારણે માર માર્યાનો આક્ષેપ કર્યો
ગોંડલ તાલુકાના શીવરાજગઢ ગામ પાસે આવેલ ભાદર ડેમના કિનારે સિક્યુરિટી ગાર્ડ અને બાજુમાં ઝૂપડપટ્ટીમાં રહેતા લોકો સાથે માથાકૂટ સર્જાતા મારામારી થવા પામી હતી જેમાં એક ને છરીના બે ઘા લાગી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગે બંને પક્ષો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શિવરાજગઢ ગામે રહેતા ભરતભાઈ વલ્લભભાઈ ડાભીએ ભાદર ડેમના સિક્યુરિટી ગાર્ડ પ્રવિણભાઈ કાનજીભાઈ બાવળિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે અમે અમારી ઝૂંપડીમાંથી લાકડા ને માલ સામાન લેવા ગયા હોય એ વેળાએ પ્રવીણભાઈ અમારી સાથે ઝઘડો કરી છરી વડે જીવલેણ હુમલો કરે છે પોલીસે આઈપીસી કલમ 307 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે આ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડ પ્રવીણભાઈ બાવળિયાએ વિજય શંભુભાઈ, ડોલીઓ મનસુખભાઈ, રાહુલ રમેશભાઈ, રમેશ બચુભાઈ, હકા જીવરાજભાઈ, ભરત વલ્લભભાઈ, શંભુ બચુભાઈ તેમજ મેનું વલ્લભભાઈ વિરુદ્ધ ડેમમાં ગેરકાનૂની રીતે માછીમારી કરવામાં આવતી હોય અને તેમને અટકાવતાં હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા તાલુકા પી.એસ.આઈ તપાસ હાથ ધરી છે.