શહેરમાં 550 ફટાકડાના વેપારીને દારૂગોળો વેચવાની આપી મંજુરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને જાહેરનામાનો અમલ કરવા અનુરોધ
દિપાવલી અને નૂતન વર્ષ નિમિતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શહેરીજનોને શુભેચ્છા પાઠવી સારી રીતે તહેવારોની ઉજવણી કરી શકે તે માટે પોલીસ સ્ટાફ દ્વારા ફુટપેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. અને કોરોનાને ધ્યાને રાખી સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની સાથે ફટાકડા ફોડાવા બાબતે સુપ્રીમ કોર્ટના જાહેરનામાનો અમલ કરવા અનુરોધ કર્યો છે.
શહેરમાં 550 જેટલા ફટાકડાના વેપારીઓને દારૂગોળો વેચાવ માટેના જરૂરી લાયસન્સ આપવામાં આવ્યા છે. ગેર કાયદે ફટાકડાનું વેચાણ કરતા 37 સામે કાર્યવાહી કરી છે અને 400 જેટલી વ્યક્તિઓ સામે માસ્ક અંગે કાર્યવાહી કરવામાં આવી છે.
દિવાળીની રાતે બે કલાક અને બેસતા વર્ષની રાતે 35 મિનિટ દરમિયાન જ પ્રદુષણ ઓછુ થાય તેવા ફટાકડા ફોડવાની સુપ્રીમ કોર્ટ દ્વારા મંજુરી આપવામાં આવી છે તેનો કડક રીતે અમલ કરાવવામાં આવશે તેમજ ફટાકડા જાહેર રસ્તા પર, હોસ્પિટલ અને પેટ્રોલ પંપ નજીક ફોડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.