હાઈકોર્ટના દિશા નિર્દેશ બાદ રાજય સરકારની હાઈ પાવર કમિટિમાં લેવાયો નિર્ણય

રાજકોટ સહિત ચાર મહાનગરોમાં કરફયુનો સમય 1 કલાક વધારાયો

લગ્ન માટે 100 મહેમાનની છૂટ: રાજકીય સામાજીક મેળાવડા પર પ્રતિબંધ

કોરોનાનું સંક્રમણ અટકાવવા કેન્દ્ર અને રાજયની ગાઈડનું પાલન કરવા અપીલ કરતા મનોજ અગ્રવાલ

વૈશ્ર્વિક મહામારી કોરોનાની બીજી લહેર ગુજરાત સહિત દેશના અનેક ભાગમાં ભરડો લીધો છે. જેને પગલે ગઈકાલે ગુજરાતની હાઈકોર્ટ દ્વારા કોરોનાની ચેઈન તોડવા સપ્તાહમાં ત્રણ ચાર દિવસ લોકડાઉન કરવાનો નિર્દેશના પગલે સરકાર દ્વારા મોડીસાંજે હાઈપાવર કમિટિની મળેલીબેઠક બાદ મુખ્યમંત્રી રૂપાણીએ સાંજના આઠથી સવારના છ કલાક દરમિયાન કર્ફયુ લાદવાનાં નિર્ણયના પગલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આજથી કર્ફયુનો કડક અમલ કરાવવા પોલીસ સ્ટાફને આદેશ કરી જાહેર જનતાને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે.

વધુ વિગત મુજબ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં પોઝીટીવ દર્દીઓનો આંકડો શેરબ જારનાં સેન્સેકસનીજેમ વધી રહ્યો છે. અને સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાય રહી છે. જો સંક્રમણ વધશે તો આગામી દિવસોમાં રાજયની સ્થિતિ સ્ફોટક બનશે તેવી ભીતિથી હાઈકોર્ટ રાજયની સ્થિતિની ચિંતા કરી રાજય સરકારને ટકોર કરી કોરોનાની ચેઈન તોડવા સપ્તાહમાં ત્રણથી ચાર દિવસ લોકડાઉન કરવા દિશા નિર્દેશ આપ્યો હતો.

હાઈકોર્ટની ટકોર બાદ રાજય સરકાર સફાળી જાગી મોડી સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને હાઈપાવર કમીટીની બેઠક મળી હતી. જેમાં છ મહાનગરોની સાથે કોરોનાના કેસ વધ્યા છે. તેવા શહેરો મળી કુલ 20 શહેરોમાં રાત્રીનાં આઠ કલાકથી સવારના 6 કલાક દરમિયાન કર્ફયુ લગાડવામા આવી છે. જેમાં રાજકોટ સહિત પાંચ મહાનગરોમાં રાત્રીનાં નવથી સવારના છ સુધી હાલ કર્ફયુ હતી જેમાં કર્ફયુના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

રાજય સરકાર દ્વારા કરવામાં આવેલા કર્ફયુના અમ અન્વયે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડી કોરોનાની ગાઈડલાઈન અને રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એસઓપીના કડક અમલ વાહી કરવા સ્ટાફને આદેશ આપવામાં આવ્યો છે.આજે રાત્રીનાં આઠ કલાકથી સવારના છ કલાક દરમિયાન પોલીસ કમિશનર રેટ વિસ્તારનાં રહેવાસીઓએ પોતાના મકાનમાં રહેવું અને બહાર ન નીકળવું જાહેર માર્ગો અને શેરી ગલ્લીમાં રખડવું નહી તા.10 એપ્રીલથી તા.30 એપ્રીલ દરમિયાન લગ્ન કે સત્કાર સમારંભોમાં 100થી વધુ વ્યકિતઓ એકઠા કરી શકવા પર પ્રતિબંધ હોયતો વધુલોકો એકઠા થશે તો પગલા લેવામાં આવશે તેમજ રાજકીય સામાજીક મેળાવડા પર પ્રતિબંધ રહેશે.માર્કેટ યાર્ડમાં કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવા આદેશ આપ્યો છે.આજ રાત્રીનાં આઠ કલાકથી શહેરનાં તમામ પ્રવે દ્વાર અને તમામ રાજમાર્ગોના સર્કલો પર પોલીસ સ્ટાફ દ્વારા કર્ફયુ જાહેરનામાનો કડક અમલ વારી કરવામા આવશે અને કર્ફયુ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.