કલેકટર બી ટીમ-આર.એમ.સી.શિક્ષકો વચ્ચે રમાયેલી મેચમાં કલેકટર અરૂણ મહેશ બાબુની ટીમ વિજેતા બની
અબતક,રાજકોટ: ગવર્મેન્ટ ઓફિસર્સ, જિમખાના હાર્વે પેવેલીયન દ્વારા 33માં મેજર હાર્વે-એસબીઆઈ ઈન્ટર ડિપાર્ટમેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ -2023 નો શુભારંભ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં કલેક્ટર અરુણ મહેશ બાબુ, મ્યુનિશિપલ કમિશનર અમિત અરોરા, તથા જોઈન્ટ પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા.
કોવિડ-19 પછી પ્રથમ વખત પ્રથમ વખત આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલેક્ટર ઓફિસ ટીમ એ અને બી, એ.જી. ઓફિસ ટીમ એ અને બી, સી.આઈ.એસ.એફ (એરપોર્ટ), આર.ટી.ઓ, જિલ્લા પંચાયત, સરકારી પ્રેસ, સીટી પોલીસ, ગ્રામ્ય પોલીસ, રેલવે વિભાગ, મ્યુનિશિપલ શાળાઓના શિક્ષકોની ટીમ, પી.જી.વી.સી.એલ. સહિતની કૂલ 30 જેટલી ટીમોએ ભાગ લીધો છે. ઓપનિંગ મેચ ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન અને એસ.બી.આઈ – ઈઓન વચ્ચે યોજાઈ હતી.
અન્ય મેચ કલેક્ટર ઓફિસ ટીમ એ અને સી.આઈ.એસ.એફ (એરપોર્ટ) વચ્ચે યોજાઈ હતી. કલેક્ટર બી ટીમ અને આર.એમ.સી. શિક્ષકો વચ્ચે જબરદસ્ત જંગ જામ્યો હતો. જેમાં કલેક્ટરના નેતૃત્વ હેઠળની ટીમે 20 ઓવરમાં 91 રન કર્યા હતા અને આર.એમ.સી. શિક્ષકોની ટીમે 87 રન બનાવતાં કલેક્ટર બી ટીમ 4 રને જીતી ગઈ હતી, જમાં કલેક્ટર અરુણ મહેશ બાબુએ 20 બોલમાં 30 રન બનાવ્યા હતા.