મારામારી- ચોરી,દારૂના ગુનામાં ઝડપાયેલા પાંચ શખ્સોને વડોદરા- અમદાવાદ, ભુજ જેલહવાલે કરાયાં ; ત્રણ પોલીસ સ્ટેશનના પી.આઈ.એ પાસા વોરંટની બજવણી કરી
શહેરમાં દારૂ, ઘરફોડ ચોરી, વાહનચોરીના,મારામારીના ગુનામાં સંડોવાય ચુકેલા પાંચ શખ્સોને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસા તળે અલગ અલગ જેલમાં ધકેલવા આદેશ કરતા ભક્તિનગર, ગાંધીગ્રામ અને પ્ર.નગર પોલીસ તથા પીસીબીની ટીમે વોરંટ બજવણીની કાર્યવાહી કરી હતી.શહેરમાં શાંતિ અને સલામતી જળવાય તે હેતુસર તમામની પાસા દરખાસ્ત કરાઈ હતી.
કેવડાવાડી શેરી નં. ૨૨માં લલુડી વોંકળી પાસે ધોબી ચોકમાં રહેતાં ગીરવ ઉર્ફ ગવો યોગેશભાઇ ચુડાસમા (ઉ.૨૦) અગાઉ દારૂના ગુનામાં પકડાયો હોઇ તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજૂર થતાં અમદાવાદ જેલ હવાલે કરાયો છે.પાસા વોરંટની બજવણી કાર્યવાહી ભકિતનગર પીઆઇ જે. ડી.ઝાલા, પીસીબી પીઆઇ એમ. બી.જાડેજા, પીએસઆઇ જે. બી. પટેલએ કરી હતી.
જ્યારે અગાઉ બાઈક ચોરીના ગુનામાં પકડાઇ ચૂકેલા બે શખ્સ કમલેશ ગોરધનભાઇ ટાંક (ઉ.વ.૩૦-રહે. ગોકુલધામ આવાસ કવાર્ટર ૧૨૬૫/૨૯) તથા ધવલ કેશુભાઇ ધોકીયા (ઉ.વ.૨૦-રહે. મનહરપુર-૧, ઇંટોના ભઠ્ઠા પાસે જામનગર રોડ)ને પણ પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજૂર થતાં વડોદરા અને અમદાવાદ જેલ હવાલે કરવા આદેશ થયો હતો. ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ આર. એસ. પટેલની ટીમે પાસા વોરંટની બજવણી કરી હતી.
આ ઉપરાંત રાત્રીના સમયે મકાનના તાળા તોડી ચોરી કરવાના ગુનામાં પકડાયેલા મૂળ ઓરિસ્સાના અને હાલ રેલનગર અમૃત સરોવરની સાઇટ પર રહી મજુરી કરતા ગોવર્ધન ઉર્ફે પિન્ટુ નિત્યાનંદ પાત્ર (ઉ.૨૫) તથા અજય ગજીનભાઇ નાગ (૬.૪.૮૦)ને પણ પાસામાં મોકલવાની દરખાસ્ત મંજુર કરી બન્નેને વડોદરા અને ભુજ જેલ હવાલે કરવામાં આવ્યા છે. પીઆઈએલ. એલ. ચાવડા, પીએસઆઇ કે.ડી. પટેલ, એએસઆઇ સંજયભાઇ દવેની ટીમે પાસા વોરંટની બજવણી કરી હતી.