• રાજકોટમાં 1500થી વધુ ગણેશ પંડાલો સ્થાપશે: મૂર્તિ લંબાઈનો પ્રશ્ર્ન પણ ઉકેલાશે
  • શહેરના સૌથી સુંદર ત્રણ ગણેશ પંડાલને રાજકોટ શહેર પોલીસ પુરસ્કાર એનાયત કરશે
  • આયોજકોની રજૂઆત: પોલીસ કમિશનરના સૂચનો: નિયત કરેલા સ્થળોએ જ ગણેશ વિસર્જન કરવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનો અનુરોધ

આવતી કાલથી શહેરભરમાં ગણેશજીના નાદ સાથે વિધ્નહર્તાની સ્થાપના કરવામાં આવશે. શહેરભરમાં જુદા જુદા 1500થી પણ વધુ ગણેશજીના મૂર્તિની સ્થાપના કરવા આવશે. ઉત્સવ પૂર્વે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ગણેશ મહોત્સવના આયોજકો સાથે બેઠક યોજી હતી. જેમાં આયોજકોએ અનેક રજૂઆત કરી હતી તો સામે પોલીસ કમિશનરે અનેક સૂચનો પણ કર્યા હતા.વા સાથે પોલીસ કમિશનર દ્વારા આયોજકોને નિયત કરેલા સ્થળોએ જ મૂર્તિ વિસર્જન કરવા માટે અનુરોધ કર્યો હતો.

DSC 4044

રાજકોટમાં ગણેશ મહોત્સવના આયોજકો અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ વચ્ચે ગઇ કાલે હેમુ ગઢવી હોલમાં બેઠક યોજાઈ હતી. જેમાં કેટલાક આયોજકોએ પોલીસ કમિશનરને 10 વાગ્યા સુધી સ્પીકર વગાડવાના નિયમમાં છૂટ આપવા રજૂઆત કરી હતી. જ્યારે કેટલાક આયોજકોએ નવ ફૂટથી વધુ હાઈટવાળી મૂર્તિને લઇ સવાલ કર્યો હતો. ત્યારે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, હવે મૂર્તિની હાઈટનો સવાલ નથી. તમે બધી તૈયારી કરી લીધી હશે, વિસર્જનમાં સાત જગ્યા નક્કી છે તેમાં કોઈ સજેશન હોય તો રસ્તો કાઢીશું.

આ બેઠકમાં રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વધુ જણાવ્યું હતું કે, શહેરના તમામ ગણપતિ મહોત્સવના આયોજકો સાથે બેઠક યોજવામાં આવી છે, બેઠકમાં આયોજકોના પ્રશ્નો અને સૂચનો હતા તે અંગે ચર્ચા કરવામાં આવી. પોલીસ ત્રણ શ્રેષ્ઠ ગણપતિ પંડાલને પસંદ કરશે અને પોલીસ આ ત્રણ મંડળને ટ્રોફી અને રોકડ ઇનામ આપશે. બુધવારથી શરૂ થતા ગણેશ મહોત્સવમાં દરેકે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાનું રહેશે. આજે 250 જેટલા આયજકો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ કમિશનરનાં અર્ધાંગિનીએ ગણેશજી પર મોલકેલી કવિતા પોલીસ કમિશનરે બેઠકમાં પઠન કરી હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પંડાલના અયોજકો સાથે વાર્તાલાપ શરૂ કરતાં પહેલા તેમણે તેમના પત્નીએ મોકલેલી કવિતાનું પઠન કર્યું હતું અને એ કવિતાથી સાદાઇ, માટીના ગણેશ અને આરોગ્યનો સંદેશો પણ આપ્યો હતો.

DSC 4049

બેઠકમાં કેટલાક આયોજકોએ 10 વાગ્યા સુધી સ્પીકર વગાડવાના નિયમમાં વધુ સમય આપવા રજૂઆત કરી હતી. જાહેરનામામાં 10 વાગ્યા સુધી સ્પીકર વગાડવાની છૂટ છે. જેમાં યોગ્ય કરવા આયોજકોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. પોલીસ કમિશનરે જાહેર આયોજનના નિયમો અને પોલીસ માર્ગદર્શિકાનું પાલન કરવા સમજાવાશે. ગણેશ મહોત્સવ દરમિયાન નિયમ મુજબ સાઉન્ડ સિસ્ટમ રાખવા અને વિસર્જનના નક્કી કરેલા સ્થળે જ આયોજકોએ જવા જણાવ્યું હતું. વિસર્જનના નક્કી કરેલા સ્થળે જ અલગ અલગ 11 કલર કોડ આપવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે મંજૂરી આપ્યા બાદ આયોજકોએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને મૂર્તિના ઓર્ડર આપી દીધા હતા. રાજકોટ શહેરમાં મોટા 10 જેટલા આયોજનો સહિત સોસાયટી અને ઓફિસોમાં મળી નાના મોટા કુલ 1509 જેટલા આયોજન થઈ રહ્યા છે. જેની સામે કાયદો અને વ્યવસ્થા સાથે ટ્રાફિકની સમસમ્યાઓને પહોંચી વળવા માટે પોલીસની પૂરી તૈયારીઓ હોવાનું પણ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.