ચૂંટણી બંદોબસ્તને પહોચી વળવા ૫ હજાર સુરક્ષા જવાનો ખડે પગે: ચૂંટણી જાહેર થતા રૂ.૧૨.૦૮ લાખનો વિદેશી અને રૂ.૧.૧૮ લાખનો દેશી દારૂ પકડયો: ૪૦ બુટલેગર અને માથાભારે શખ્સોની પાસા હેઠળ અટકાયત: મતદાન મથકમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ: બલ્ક એસએમએસ પર પોલીસની બાજ નજર: બલ્કમાં મેસેજ પર પોલીસની બાજ નજર
લોકસભાની ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સખ્ત કાર્યવાહી હાથધરવામાં આવી હોવાની પોલીસ કમિસનર મનોજ અગ્રવાલે પત્રકાર પરિષદમાં માહિતી આપી મતદાન મથકમાં મોબાઇલ લઇ જવા પર સખ્ત મનાઇ ફરમાવી આચાર સહિતાનો કડક અમલ કરાવવામાં આવેશે તેમ જણાવ્યું છે.
લોકસભાની રાજકોટ બેઠકની ચૂંટણી દરમિયાન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના સિધા માર્ગ દર્શન હેઠળ જુદા જુદા પોલીસ મથકના સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સ્ટાફ દ્વારા રૂ.૧૨.૦૮ની કિંમતની ૩૩૨૩ બોટલ વિદેશી દારૂ અને રૂ.૧.૧૮ લાખની કિંમતનો ૫૯૧૦ લિટર દેશી દારૂ ઝડપી વાહન સહિત રૂ.૪૩.૫૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ ઉપરાંત રૂ.૨૨.૩૩ લાખની કિંમતનું મોરફીન સાથે માતા-પુત્રને ઝડપી લીધા છે. ૪૦ માથાભારે અને બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. ૪૨ને તડીપાસ કરાયા છે. ૧૦ જેટલા ગેર કાયદે હથિયાર અને ૧૩ કારતુસ કબ્જે કરાયા છે.
મતદાન દરમિયાન આચાર સહિતાનો ચુસ્ત અમલ કરાવવામાં આવશે ઉમેદવારના સમર્થકોને ખેસ સાથે મતદાન મથકમાં જવા નહી દેવાય તે રીતે મોબાઇલ સાથે કોઇને મતદાન મથકમાં પ્રવેશ આપવામાં આવશે નહી. ચૂંટણી બંદોબસ્તને પહોચી વળવા પાંચ હજાર જેટલા સીઆરપીએફ, પેરામીલ્ટ્રી અને એસઆરપી ઉપરાંત સ્થાનિક પોલીસ અને હોમગાર્ડ જવાનો ખડેપગે રહેશે અને સેકટર મુજબ ગ્રુપ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે.
બ્લકમાં એસએમએસ કરનાર પર પોલીસ દ્વારા બાજ નજર રખવામાં આવી રહી હોવાનું અને ગઇકાલથી જ વાઇન શોપ પર દારૂના વેચાણની મનાઇ ફરમાવવામાં આવી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પેરામીટ્રીલ ફોર્સ દ્વારા કોમ્બીગ કરવામાં આવ્યું હતું.