સીઆઇડી આઇબીના રાજીવ રંજન ભગત એસપીજીમાં પસંદગી: ગહેલૌતના પેન્ડિગ રહેલા ઓર્ડર પર ફરી વિચારણા
વડા પ્રધાન અને વીવીઆઇપીઓની સુરક્ષા માટેના ખાસ સ્કવોર્ડ એસપીજીમાં શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતનો વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઓર્ડર થયો હતો પણ ત્યારે તેઓની બદલીનો ઓર્ડર પેન્ડીગ રખાવી રાજકોટના પોલીસ કમિશનર તરીકે ચાલુ રખાયા હતા. રાજયમાં ફરી આઇએએસ અને આઇપીએસની બદલીના ઓર્ડર થતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતના એસપીજીમાં ડેપ્યુટેશન પર જવાની વિચારણા થઇ રહી છે.
તાજેતરમાં જ રાજય સરકાર દ્વારા આઇએએસ અધિકારીઓની બદલીનો ઘાણવો નીકળ્યા બાદ સીઆઇડી આઇબીના આઇજીપી રાજીવ રંજન ભગતની કેન્દ્રના એસપીજીમાં ખાસ પસંદગી કરવામાં આવી છે.
રાજયના સિનિયર આઇપીએસ અરૂણકુમાર શર્મા અને રાકેશ આસ્થાનાની સીબીઆઇમાં પસંદગી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના જ આઇપીએસ અધિકારીઓ પર વધુ વિશ્ર્વાસ રાખતા હોય તેમ વિધાનસબાની ચૂંટણી પૂર્વે રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતની એસપીજીમાં પસંદગી કરવામાં આવી હતી પણ તેમનો ઓર્ડર પેન્ડીગ કરવામાં આવ્યો છે. સીઆઇડી આઇબીના આઇજીપી રાજીવ રંજન ભગતની એસપીજીમાં પસંદગી થતા ફરી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતની બદલીની ચર્ચા પોલીસબેડામાં શરૂ થઇ છે.જે.કે.ભટ્ટની નાદુરસ્ત તબીયત તેમજ તેઓ ટૂંક સમયમાં જ નિવૃત થતા હોવાથી તેઓના સ્થાને એટીએસના એસપી હિમાન્શુ શુકલાની રોમાં થયેલી પસંદગી ઓર્ડર પણ સરકારે એક વર્ષ માટે પેન્ડીગ રાખ્યો છે.