- 600 થી વધુ હોમગાર્ડ જવાનો વિવિધ કાર્યક્રમોમાં જોડાયા
6 ડિસેમ્બર 1947ના રોજ મોરારજીભાઈ દેસાઈ દ્વારા રોજ માનદ સેવાકીય પ્રવુતિ અર્થે હોમગાર્ડ ગૃહરક્ષક દળ ની સ્થાપના કરી હતી.ગુજરાતમાં રાજ્યના સ્થાપના સમયથી આ દળ કાર્યરત છે. સમાજના વિવિધ વર્ગના જાગૃત નાગરિકો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસને મદદરૂપ થાય તેમ જ કુદરતી અને માનવસર્જિત આપત્તિમાં લોકોને વ્યવસ્થિત રીતે સહાયભૂત થાય તે માટે હોમગાર્ડઝની સ્થાપના કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા કમાન્ડન્ટ તથા કચેરી દ્વારા કરેલ આયોજનમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તેમજ નાયબ પોલીસ કમિશ્નર મુખ્ય મથક એમ આઈ પઠાણ તેમજ માનદ જિલ્લા કમાન્ડન્ટ કેતનભાઈ કાનાણી સાહેબ ઉપસ્થિત રહેલ હતા જેમના હસ્તે લીલી ઝંડી આપી.
હોમગાર્ડઝ જવાનોએ અલગ અલગ હોર્ડિંગ્સ સાથે ફ્લેગ માર્ચમાં જોડાયા હતા. 600 થી વધુ હોમગાર્ડના જવાનો જોડાયા હતા.છેલ્લા ચાર દિવસથી સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો, વૃક્ષો વાવો અને સલામતી અને શાંતિ જળવાઈ રહે તેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
સમાજના જુદા જુદા વર્ગના અને માનદ્ સેવા આપતા ઇચ્છતા લોકોને દળમાં સામેલ કરી, તાલીમ આપી શિસ્તબદ્ધ નાગરિકો તૈયાર કરવા હોમગાર્ડ્ઝનું પ્રથમ લક્ષ્ય છે. આ શિસ્તબદ્ધ નાગરિકો કુદરતી અને માનવસર્જિત હોનારતોના સમયે સમાજની નિસ્વાર્થ સેવા કરી લોકોનો જુસ્સો જળવાઈ રહે તેવા પ્રયત્નો કરે છે આ ઉપરાંત, આ દળના સભ્યો કટોકટી અને દેશની આંતરિક સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે શિસ્તબદ્ધ રીતે સલામતી દળોને મદદરૂપ થાય છે.
વર્ષ 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ પછી દેશની સરહદોની રખેવાળી માટે હોમગાર્ડ્ઝની સેવા લેવા હોમગાર્ડ્ઝની સરહદી પાંખની સ્થાપ્ના કરવામાં આવી. ગુજરાતમાં જમીન સરહદ વિસ્તારોમાં ચોકી માટે ભૂજ (કચ્છ) અને પાલનપુર (બનાસકાંઠા)માં 1979થી એક એક બટાલિયન તથા દરિયાકાંઠાના સરહદી વિસ્તારોમાં ચોકી માટે નલિયા (કચ્છ) અને જામનગરમાં 1997થી એક એક બટાલિયન કાર્યરત છે. હોમગાર્ડના જવાનો બીએસએફ અને લશ્કર સાથે ખભેખભા મિલાવી દેશ માટે ફરજ બજાવે છે.\
હોમગાર્ડના જવાનો પોલીસ વિભાગની સાથે ખભ્ભે ખભ્ભા મેળવી કાર્ય કરે છે: કેતન કાનાણી
અબતક સાથેની વાતચીતમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડર કેતન કાનાણીએ જણાવ્યું હતું કે, 6 ડિસેમ્બર 1947ના રોજ હોમગાર્ડઝ દળની સ્થાપના કરવામાં આવી હતી આજે 78માં હોમગાર્ડના સ્થાપના દિવસે રાજકોટ શહેર યુનિટ હોમગાર્ડસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. હોમગાર્ડના જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. .પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાએ ફ્લેગ માર્ચનો પ્રારંભક કરાવ્યો હતો. 600 થી વધુ જવાનો ફ્લેગ માર્ચમાં જોડાયા હતા.છેલ્લા ચાર દિવસથી ઉજવણી કરવામાં આવે છે તેમાં સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો, વૃક્ષો વાવો અને સલામતી અને શાંતિ જળવાઈ રહે તેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. હોમગાર્ડના જવાનો પોલીસ વિભાગની સાથે ખંભે ખંભો મેળવીને કાર્ય કરે છે