મકર સંક્રાંતિએ જાહેરમાં ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મુકાયો
શહેરમાં મકરસંક્રાતિ (ઉતરાયણ) પર્વની ઉજવણી થનાર છે . આ પર્વને અનુલક્ષીને રાજકોટ શહેર વિસ્તારમાં જાહેર રસ્તાઓ કે મકાનના ભયજનક ધાબા ઉપર ચડીને લોકો પતંગ ઉડાડતા હોય છે .
જેને લઇને વ્યકિતઓની જાનનું જોખમ ઉભુ થવાની સંભાવના રહેલી છે આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડતા હોય છે . આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડતા હોય છે . કેટલાક લોકો જાહેર માર્ગ રસ્તા ઉપર પતંગ ઉડાડતા હોય છે .તેમજ કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ , વાસના બંબુઓ , લાંબી વાંસની પટ્ટીઓ , લોખંડના કે કોઇપણ ધાતુના તારના લંગર બનાવી લઇને આમતેમ શેરીઓ , ગલીઓ , જાહેર રસ્તાઓ ઉપર દોડાદોડી કરતા હોય છે , જેના કારણે ટ્રાફકી અવરોધ ઉભો કરતા હોય છે.
અને અકસ્માત થવાની સંભાવનાઓ રહેલી છે . તેમજ આ પર્વના દિવસે શહેર વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ગૌપાલકો દ્વારા જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા હોય છે અને આમ જનતા દ્વારા આ ઘાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાયોને નાંખતા હોય છે . જેને અનુલક્ષીને જાહેરમાર્ગો ( રસ્તાઓ ) ઉપર ગાયો તથા બીજા પશુઓ દ્વારા ટ્રાફીક અવરોધ પેદા થતો હોય છે . ઘણાં લોકો પતંગ ઉડાડવા માટે ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરતા હોય છે . આ ચાઇનીઝ દોરાઓ એકદમ ધારદાર હોવાને કારણે કોઇ વ્યકિતના શરીરના કોઇ ભાગમાં ઘસાવાથી શરીર ઉપર તિક્ષણ કાપાઓ પડે છે . જેના કારણે શારીરીક ગંભીર ઇજાઓ થવાના અને કયારેક અંગો કપાય જવાના બનાવો પણ બનતા હોય છે . તેમજ પક્ષીઓને ઇજાઓ થવાના અને તેના મોતના બનાવો પણ બને છે . આ પર્વ નિમિત્તે રાજકોટ શહેર વિસ્તારમાં ચાઇનીઝ લોન્ચર , ચાઇનીઝ તુક્કલ , ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે . તુક્કલમાં હલકી કવોલીટીના સળગી જાય તેવા વેકસ પદર્શોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે .
તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાને કારણે જાનમાલ અને સંપત્તી ને નૂકશાન થાય છે. જેથી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા મર્કર સંક્રાતીના પર્વ પર ઉપર મુજબના પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.