રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતનો આજે જન્મ દિવસ છે. તેઓની વડોદરા રેન્જમાંથી બદલી સાથે રાજકોટ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રાજકોટ કાર્યક્રમ દરમિયાન સુંદર બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવા બદલ તેમની કામગીરી બિરદાવવામાં આવી હતી. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જાતે જ સંવેદનશીલ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળી લુખ્ખાઓની શાન ઠેકાણે લાવી દીધી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે આગવી કુન્હેથી સ્ટોન ક્લિરના આરોપીને ઝડપી એક સાથે ત્રણ હત્યા અને હત્યાની કોશિષનો ભેદ ઉકેલવા ઉપરાંત કરોડોની જાલીનોટ, જામનગરના વેપારીની સોપારી લઇ હત્યા કરવા જતા દાઉદ ગેંગના નાસીકના શાર્પ શુટરની ધરપકડ, લાખોની મોબાઇલ ચોરી, લૂંટ અને મોટી સંખ્યામાં ગેરકાયદે હથિયાર વેચાણનું નેટવર્ક પકડી પાડયું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતને ‘અબતક’ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. તેઓને શહેરના પોલીસ અધિકારીઓ, સ્નેહીઓ અને મિત્રો દ્વારા મોબાઇલ નંબર ૯૯૭૮૪૦૫૨૯૯ પર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
Trending
- પોરબંદરના દરિયામાં NCBનું સૌથી મોટુ ઓપરેશન: 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયાના અહેવાલ
- શું તમને પણ ઊંચાઈથી બીક લાગે છે..?
- ગુલાબી ઠંડીમાં સ્કિનની સંભાળ આ રીતે રાખો….
- શરથ જોઈસને બનવું હતું ક્રિકેટર અને બની ગયા વૈશ્વિક યોગગુરુ
- દેશભરમાં હાહાકાર મચાવનાર ડિજિટલ એરેસ્ટ કૌભાંડમા ચાઈનીઝ ગેંગ મુખ્ય સૂત્રધાર
- 70 વર્ષથી વધુ વયના વડિલો માત્ર આધાર કાર્ડ રજુ કરી આયુષ્યમાન કાર્ડ મેળવી શકશે
- Okha: બેટ ગુરુદ્વારા મંદીરે કરાઈ ગુરૂનાનક જયંતીની ઉત્સાહ ભેર ઉજવણી
- ખબર છે!!! ગુજરાતના દીપડાને ક્યાં કાંડનાં લીધે થઈ આજીવન કેદ..?