સિધ્ધિ વિનાયક ધામ ખાતે શહેર ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવમાં ત્રીજા દિવસે પુષ્પદાન ગઢવી, મોહનભાઈ કુંડારીયા, ગોવિંદ પટેલ સહિતના ભાજપ અગ્રણીઓ તેમજ લેઉઆ પટેલ, કચ્છી ભાનુશાળી, સગર, અને માલી સમાજના અગ્રણીઓએ ભકિતભાવ સાથે ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો. મહોત્સવમાં ધીભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમાનો હસાયરો અને વન મીનીટ સ્પર્ધા યોજાઈ હતી. બીજા દિવસે પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેકટરે સહ પરિવાર મહાઆરતીનો લાભ લીધો હતો. તેમજ ભુપેન્દ્ર ખખ્ખર પ્રસ્તુત ‘શ્રીનાથજી પધાર્યા મેરે ઘેર, શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાયો હતો.આવતીકાલે સાંજે ૫ કલાકે ૧૮ વર્ષથી ઉપરનાં બહેનો માટે મહેંદી સ્પર્ધા તથા રાત્રે ૯ કલાકે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજો.
ગણપતિ મંગલ મહોત્સવમાં પોલીસ કમિશનર અને કલેકટરે પરિવાર સાથે આરતીનો લાભ લીધો
Previous Article‘પંચવટી કા રાજા’ ગણેશોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો
Next Article ચંપકનગર કા રાજા સાર્વજનિક ગણેશોત્સવમાં ભાવિકો ઉમટયા