પ્રજાની વાત્સલ્યતાથી “રાજા ખુશ”

રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા સઘન રાત્રી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે . ગત રાત્રીએ જાગરણ નિમિતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા તેમજ કર્ફયુ નો સખ્ત અમલ કરવા અપીલ કરવામાં આવી હતી .જે રીતે રાજા પોતાની પ્રજાના હાલચાલ જાણવા છુપા વેશે ચકર લગાવતા હતા એ પ્રકારે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ રાત્રીના ૧૧ વાગ્યા થી ૧ વાગ્યા સુધી ખાનગી કારમાં શહેર પોલીસની કામગીરી નિહાળવા નીકળ્યા હતા. પોલીસ કમિશ્નર દ્વારા જાતે જ કાર ચલાવીને શહેરની શેરી ગલીઓ તેમજ દરેક ચોક વિસ્તારમાંથી નીકળીને પોલીસ સ્ટાફ નું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું .  કમિશ્નર મનોજ અગ્રવાલને શહેરમાં જુદી જુદી  ૭  જેટલી જગ્યાએ ચેકીંગ દરમ્યાન રોકવામાં આવ્યા હતા. મોઢે રૂમાલ અને માસ્ક પહેરીને નીકળેલા પોલીસ કમિશ્નરને તમામ જગ્યાઓએ કોન્સ્ટેબલ તેમજ ૩ જેટલા અધિકારીઓએ વાહન ચેકીંગ દરમ્યાન રોકતા કમિશ્નરને ઓળખી શક્યા ન હતા અને વાહન સાઈડમાં રાખવાનું પણ જણાવ્યું હતું .

પોલિસ કમિશ્નરે કાર માંથી નીચે ઉતરીને સ્ટાફ ને અભિનંદન પાઠવ્યા હતા.પોલીસ કમિશ્નરે ૨ કલાક પ્રાઇવેટ કાર ચલાવીને યાજ્ઞિક રોડ, અમીન માર્ગ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, માધાપર સર્કલ, સિવિલ હોસ્પીટલ ચોક, પારેવડી ચોક ,પેલેસ રોડ, ગુંદાવાળી બજાર, ઢેબર રોડ , ટાગોર રોડ , ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં પોલીસ સ્ટાફની કામગીરી નિહાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.