પોલીસે ડિટેન કરેલા વાહનો વેપારીઓની દુકાનોને નડતા આ પ્રશ્ર્નનો ઉકેલ લાવવા માંગ
સુરેન્દ્રનગરમાં જોરાવરનગર પોલિસ મથકમાં કાલે ડિટેન કરેલા વાહનોના પ્રશ્ર્ને પોલિસ વડાનું ઇન્સ્પેકશન છે. પોલિસે ડિટેન કરેલા વાહનો વેપારીઓની દુકાનને નડતા આ પ્રશ્ર્નો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર શહેરને અડીને આવેલા જોરાવરનગર પોલીસ મથકમાં છેલ્લા કેટલાક સમયથી વેપારીઓ ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર પોલીસ મથકે અનેક વાહનો ડિટેઇન કરવામાં આવે છે અને પોલીસ સ્ટેશન મુકાવી દેવામાં પણ આવતા હોય છે ત્યારે જોરાવરનગર પોલીસ સ્ટેશન ની પાસે વેપારીઓની દુકાન આડે આવા અનેક વાહનો જોરાનગર પોલીસ દ્વારા ખડકી દેવામાં આવતા એક બાજુ જોરાવર નગર પોલીસ મથક પાસે રસ્તો સાવ સાંકડો હોવાના કારણે આ વાહનો રોડ ઉપર આખો દિવસ ટ્રાફિક સમસ્યા પણ સર્જી રહ્યા છે ત્યારે હાલમાં જાણવા મળી રહેલ વિગતો અનુસાર ત્યારે આવતીકાલે જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક નું ઇન્ફેક્શન પણ રાખવામાં આવ્યું છે ત્યારે શું આજે આ સમસ્યા સર્જાતા વાહન હટાવવામાં આવશે કે કેમ કે પછી સુરેન્દ્ર નગર ના જોરાનગર પોલીસ મથકની આ સમસ્યા અંગે ની રજૂઆત શું જિલ્લા પોલીસ અધિક્ષકને કરવી પડશે તેઓ હાલમાં વ્યાપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે આ સમસ્યા છેલ્લા કેટલાય સમયથી વેપારીઓના માથાના દુખાવારૂપ બની ગઈ છે ત્યારે આ સમસ્યાનો જિલ્લા પોલીસ અધિક્ષક તાત્કાલિક અસરે નિર્ણય કરી અને ઘટતું કરે તેવી વેપારીઓની માંગ ઉઠવા પામી છે