- એસ.પી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસવડાની કચેરીના ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ
જામનગરના એસ.પી પ્રેમસુખ ડેલુ ની અધ્યક્ષતામાં ગઈકાલે જિલ્લા પોલીસવડાની કચેરીના કોન્ફરન્સ હોલમાં જામનગર જિલ્લાની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં શહેર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગેની એસ.પી. દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
આ ક્રાઈમ કોન્ફરન્સમાં જામનગર શહેર વિભાગના ડીવાય એસપી જે એન ઝાલા, ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી દેવધા, પ્રોબેશનલ ડીવાયએસપી નયના ગોરડીયા, ઉપરાંત એલ.સી.બી.,એસ.ઓ.જી. ના પોલીસ અધિકારી, જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પી.આઇ., ઉપરાંત જામનગર જિલ્લાના અન્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો જોડાયો હતો, અને કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.