- લોક દરબારમાં જિલ્લા પોલીસ વડાએ લોકોની ફરિયાદો સાંભળીને ઉકેલની આપી ખાતરી
ધોરાજી સીટી પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહનો લોક દરબાર યોજાયો હતો, હાજર આગેવાનોએ ફરિયાદોનો ઢગલો કરી દીધો હતો જેનો એસપીએ ઉકેલ લાવવાની ખાતરી આપી હતી, સાથે સાથે હુંકાર કર્યો હતો કે કોઈ વ્યક્તિ વ્યાજના વ્યાજખોરોથી પરેશાન હો તો તાત્કાલિક અમારો કોન્ટેક કેરે અથવા અમને રૂબરૂ પણ મળી શકે છેજેથી અમે તેમને બહાર લાવીશું કે કાનૂનને હાથમાં લેનારની ખૈર નહીં રહે, ગુજસીટોક સુધીની કાર્યવાહી થશે જ તેમાં કોઇ જ બાંધછોડ નહીં થાય. જિલ્લા પોલીસ વડા હિમકરસિંહએ કાયદો, વ્યવસ્થા બાબતે સૂચનાઓ આપી હતી. એસપીએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ધોરણ 10, 12ની પરીક્ષા આવી રહી છે ત્યારે અમોએ સ્પેશિયલ સ્ક્વોડ બનાવી છે. ચાર પોલીસ ચોકીઓ આવેલી છે જે બાબતે અનેક વખત રજૂઆતો કરાઈ છે, પરંતુ હજુ સુધી એ પોલીસ ચોકી શરૂ થઈ નથી આ વિસ્તારના અને બીટ વિસ્તારના લોકોને પોલીસ સ્ટેશન સુધી ધક્કા ન ખાવા પડે તે માટે આ સુવિધા ચાલુ કરાય તો સારી વાત છે. જવાબમાં એસપીએ તેનો ઉકેલ લાવવા, જે વિસ્તારના બીટ જમાદારો છે એમને પોલીસ સ્ટેશનની બદલે પોલીસ ચોકીઓમાં રહેવા જણાવ્યું હતું.
ધોરાજી મેઘવાળ સમાજના પ્રમુખ અશોકભાઈ સોંદરવાએ જણાવ્યું હતું કે ભુખી ચોકડી અને પછાત વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ફીટ કરવા માગણી કરી હતી જેના જવાબમાં એસપીએ જણાવ્યું કે સીસીટીવીકેમેરા નખાયા છે તે લોકફાળાથી નાખવામાં આવ્યા હતા. હવે રાજ્ય સરકારની યોજના અમલમાં આવી ગઈ છે, ટૂંક સમયમાં જ ભૂખી ચોકડી, પછાત વિસ્તારો, બાકીના જે રહી ગયા ! છે તમામમાં સીસીટીવી ફીટ કરાશે. ધોરાજી સીટી પોલીસ સ્ટેશનની હદ અને તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં વિવાદ સર્જાઈ રહ્યો છે ધોરાજી નગરપાલિકાની જે પ્રકારની હદ છે એ પ્રકારે ધોરાજી સીટી પોલીસ સ્ટેશનની હદ હોય તો ફરિયાદ
કરનાર તમામ લોકોને ધક્કા મટી જાય અને યોગ્ય ફરિયાદનો નિર્ણય તાત્કાલિક આવી શકે જેના જવાબમાં એસપીએ કહ્યું હતું કે ધોરાજી પાલિકાની જે પ્રકારની હદ છે એ હદ પ્રમાણે સીટી પોલીસ સ્ટેશનની હદ આવે તે માટે અમો તાત્કાલિક ધોરાજી પીઆઈ ને દરખાસ્ત કરવા જણાવું છું અને એ દરખાસ્ત જિલ્લા લેવલથી ગાંધીનગર ખાતે રવાના કરી દેશું તાત્કાલિક છ મહિનામાં ઉકેલ આવે તે પ્રકારે અમો પ્રયત્ન કરીશું ટ્રાફિકના પ્રશ્ને રજૂઆત કરતા જણાવેલ કે ધોરાજીના ગેલેક્સી ચોક જેતપુર રોડ થી સરદાર ચોક જેતપુર રોડ સુધી ટ્રાફિકની મોટી સમસ્યાઓ છે, જો કે તેના જવાબમાં એસપીએ ઉમેર્યું હતું કે કે એ : મુદો પાલિકાનો છે અને અમે પાલિકાને આ બાબતે જાણ કરીશું.