ઉપલેટાના પોસઇ આર એ. ભોજાણી સા તથા પો હેડ કો. રમેશભાઇ બોદર અરૂણભાઇ ખટાણા નિલેશભાઇ ચાવડા ભાવેશભાઇ બોરીચા તથા કૌશિકભાઇ જોશી વિશાલભાઇ હુંણ મહેન્દ્રભાઇ ધાંધલ ગગુભાઈ ગઢવી એમ અમો બધા ઉપલેટા પોસ્ટમાં હાજર હતા દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે ઉપલેટા બલરાજ સહાની રોડ ઉપર આવેલા રાધે પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા સંજયભાઇ મથુરદાસ કાછેલા પોતાના પ્રોવિઝન સ્ટોરની સાથો સાથ આવેલ રહેણાંક મકાનમાં અલગ અલગ વેજીટેબલ ઘી તથા તેલી પદાર્થોની ભેળસેળ કરી ઘી બનાવી શુદ્ધ ઘી તરીકે વેચાણ કરતા હોય જેથી સદરહુ જગ્યાએ ઉપરોકત સ્ટાફ તથા પંચો સાથે રેડ કરતાં ભેળસેળ યુક્ત ઘી ત્રણસો કિલો કિંમત રૂપિયા ૭૫૦૦૦/ તથા જુદા જુદા ટીનના ડબલા ઘી ભરેલા કુલ ૧૫૭૩ કિંમત રૂપિયા ૨૫૧૬૮૦/  તથા સોયાબીનના ડબ્બા નંગ દસ કિંમત રૂપિયા ૧૨૭૫૦/ વનસ્પતિ ઘીના ડબ્બા નંગ ૫૪ કિંમત રૂપિયા     ૬૦૭૭૫/ તથા ગેસનો ચૂલો એક તથા ગેસ સિલિન્ડર નંગ પાંચ તથા એક લાકડાના હાથા વાળો મોટો તાવી થો તથા ઇલેક્ટ્રિક વજન કાંટો તથા  બે ટોપીયા મળી કુલ રુપીયા ૪૦૮૦૦૫/ ના મુદામાલ સાથે મળી આવતા સી.આર.પી.સી.કલમ ૪૧ (૧) ડી મુજબ કાર્યવાહી કરી મુદામાલ કબજે કરી આરોપી અટક કરેલ.

IMG 20180501 WA0000(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.