- ભીચરીની વાડીમાં જુગાર રમતા 22 શખ્સો રૂા.1.84 લાખના મુદામાલ સાથે પકડાયા
- નવાગામના મીરાપાર્કમાં ચાલતા જુગારધામ પર દરોડો: છ શખ્સોની રૂા.33,700નો મુદામાલ સાથે ધરપકડ
સૌરાષ્ટ્રમાં ભીમ અગીયારસ થી ભાદરવી અમાસ સુધી જુગાર રમવાની મૌસમ ખુલતી હોય છે. ઠેર ઠેર શરૂ થતા જુગારના હાટડા પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે છે. ભીમ અગીયારસ પૂર્વે ભીચરી ગામની વાડીમાં શરૂ થયેલી જુગાર કલબ પર પોલીસે દરોડો પાડી રૂા.1.84 લાખના મુદામાલ સાથે 22 શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે નવાગામના મીરાપાર્કમાં જુગાર રમતા છ શખ્સો રૂા.33,700ના મુદામાલ સાથે ઝડપાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભીચરી ગામે રહેતા વિનોદ ઉર્ફે વિનુ ચના જાદવની વાડીમાં જુગાર કલબ ચાલતી હોવાની બાતમીના આધારે કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. બી.એમ.જનકાંત, પી.એસ.આઇ. એન.આર.વાણીયા, હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇ મકવાણા અને વિરદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે ભીચરી ગામે જુગાર અંગે દરોડો પાડયો હતો.
પોલીસના દરોડા દરમિયાન વાડી માલિક વિનોદ ઉર્ફે વિનુ ચના જાદવ, અરજણ ચના જાદવ, ગોરધન ડાયા સોમાણી, પ્રકાશ રણછોડ જાદવ, ઉમેશ રામજી કોળી, અનિલ મુકેશ ગોહેલ, નસા છગન કોળી, યોગેશ કરશન કોળી, હિતેશ છગન કોળી, અશોક વાલજી કોળી, કલ્પેશ અમરશી કોળી, જનક વિઠ્ઠલ કોળી, મેહુલ બીજલ કોળી, હંસરાજ ગોકળ કોળી, સુરેશ બાબુ મકવાણા, હેમત જેરામ કોળી, ભરત હકુ કોળી, મહેશ હકા કોળી, હસમુખ નસા કોળી, દિનેશ જેરામ કોળી, અનિલ વિનુ કોળી અને વિજય વશરામ પલારીયા નામના શખ્સોને રોકડ અને 14 મોબાઇલ મળી રૂા.1.84 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
જયારે નવાગામ આણંદપરમાં આવેલા મીરાપાર્કમાં રહેતા પરેસ ઉર્ફે પલો ખીમજી લખતરીયા પોતાના મકાનમાં જુગાર કલબ ચલાવતો હોવાની બાતમીના આધારે કુવાડવા રોડ પોલીસે દરોડો પાડી જુગાર રમતા પરેશ ઉર્ફે પલો લખતરીયા, વાલજી બીજલ ભરવાડ, મનોજ બચુ સોલંકી, સંજય બટુક ભરવાડ, વિનોદ રેવા ભરવાડ અને દિલીપસિંહ તેજુભા ઝાલા નામના શખ્સોની ધરપકડ કરી રૂા.33,700નો મુદામાલ કબ્જે કર્યો છે.