કોરોના વાયરસના કારણે લાંબા ચાલેલા લોક ડાઉનના કારણે પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં વ્યસ્ત હતો અને વિદેશી દારૂની શહેરમાં અછત સર્જાતા દેશી દારૂની એકા એક વધેલી માંગના કારણે કુબલીયાપરામાં ગૃહ ઉદ્યોગની જેમ દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી થઇ ગઇ હોવાથી થોરાળા, ભક્તિનગર, આજી ડેમ પોલીસ, કુવાડવા, એડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકના તમામ પોલીસ સ્ટાફે વહેલી સવારે કુબલીયાપરામાં સયુંકત રીતે દરોડો પાડતા દેશી દારૂના ધંધાર્થીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે કુબલીયાપરા શેરી નંબર ૫માં રહેતા સુનિલ કલા સોલંકી, સંતો ચંદુ પરમાર અને વસંતબેન જનકભાઇને ત્યાં દેશી દારૂની ભઠ્ઠી અંગે દરોડા પાડતા સંતો પરમાર અને મહિલા બુટલેગર વસંતબેન ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે તે દરમિયાન નદીના પટ્ટમાં દારૂ બનાવવાનો ૫૦૦ લિટર આથો મળી આવતા પોલીસે તેનો સ્થળ પર નાસ કર્યો છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત