પોલીસે સદર બજારના નામચીન શખ્સનું સરઘસ કાઢી આગવી ઢબે સરભરા કરી: મફતમાં ચા-નાસ્તો કરવાનું શખ્સને મોંઘુ પડયું
શહેર પોલીસ કમિશ્નર કચેરી નજીક આવેલા ફુલછાબ ચોકમાં ચા-નાસ્તાની હોટલના સંચાલક પર હુમલો કરી સરાજાહેર લુખ્ખાગીરી કરનાર સદર ખાટકીવાસના નામચીન શખ્સના પોલીસે સીન વીખી નાખી જાહેરમાં સરભરા કરી ભાભેરડા નખાવતા લોકોનાં ટોળા નજારો જોવા ઉમટી પડયા હતા.
આ અંગેની વિગત મુજબ ગાંધીગ્રામમાં આવેલ ભારતીનગરમાં ઉદય હોલ પાસે રહેતા અને ફુલછાબ ચોક પાસે ખોડીયાર હોટલ ચલાવતા નારણભાઈ દાનાભાઈ ભુવા ઉ.૪૯ નામના ભરવાડ યુવાનની હોટલે જઈ ગઈકાલે સદર ખાટકીવાસમા રહેતો નામચીન સદામ હુસેન કટારીયા સહિત ચાર સખસોએ ચા નાસ્તો કર્યા બાદ રૂપીયા નહિ આપી હોટલના સંચાલક સાથે ઝઘડો કરી જાહેરમાં આતંક મચાવી સોડા બોટલના ઘા કરી હોટલ સંચાલક પર હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે સદર ખાટકી વાસમાં રહેતો સદામ હુસેન કટારીયાની અટકાયત કરી જાહેરમાં આતંક મચાવનાર સદામનું સરઘસ કાઢી જાહેરમાં આગવી ઢબે સરભરા કરી જાહેરમાં ભાભેરડા નખાવ્યા હતા અને કયારેય મફતમાં ચા-નાસ્તો કરવા નહિ આવું તેમ લોકોના ટોળા વચ્ચે બોલાવી સદામની લુખ્ખાગીરીની પોલીસે હવા કાઢી નાખી હતી.