કુતિયાણા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 34 વર્ષીય PSI જે.જે. જોગદિયાનું નિધન થયું હતું. મળતી માહિતી મુજબ આ ઘટના આજ રોજ વહેલી સવારની છે જ્યાં પશુને બચાવવા જતા પોલીસ બોલેરો પુલના ડિવાઈડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૩૪ વર્ષીય PSIનું નિધન થયું હતું.
પીએસઆઈ જેસીંગભાઈ જેઠાભાઈ જોગદિયા(ઉ.વ.34) અને કોન્સ્ટેબલ કિશનભાઈ મકવાણા પોલીસ ખાતાના સરકારી કામે ગાંધીનગરથી પોરબંદર પરત આવતા હતા. ત્યાં તેમને આ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આજે વહેલી સવારે હાઇવે ઉપર કુતિયાણા નજીક કોઈ પશુને બચાવવા જતા બોલેરો ડિવાઈડર સાથે અથડાઈ ગયો હતો.
આ અકસ્માતમાં પીએસઆઈ જોગદિયા પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતુ. અને બોલેરો ચાલક કોન્સ્ટેબલ કિશનભાઈની ગંભીર રીતે ઘવાયા હતા તમને ICUમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમના મૂળ ગામ છેલણાં (અમરેલી) ખાતે અંતિમક્રિયા કરાશે. આ બનાવના પગલે પોલીસ બેડામાં શોક છવાયો છે.