૨૭,૨૪૪ બોટલ દારૂ, છ કાર અને બે બાઇક મળી રૂ ૫૦ લાખના મુદામાલ સાથે સગીર સહીત ચાર ઝડપાયા: પાંચ બુટલેગરો ફરાર
૩૧ ફર્સ્ટની ઉજવણી અંતર્ગત બુટલેગરો દ્વારા મોટાપાયે વિદેશી દારુ સૌરાષ્ટ્રમાં ધુસાડવાની પેરવી કરી રહ્યાની મળેલી માહીતીના આધારે પોરબંદર, જામનગર અને અમરેલી પંથકમાં મળી ૨૭૨૪૪ બોટલ દારુ, છ કાર અને બે બાઇક મળી રૂ ૫૦ લાખના મુદામાલ સાથે સગીર સહીત ચાર શખ્સોની ધરપકડ કરી નાશી છુટેલા પાંચ બુટલેગરો નાશી છુટતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
અમરેલી તાલુકાના પાણીયા ગામે રહેતો વનરાજ રાણીંગભાઇ પોતાની વાડીએ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની એલ.સી.બી. ના ઇન્ચાર્જ ડી.કે. વાઘેલાને મળેલી બાતમીના આધારે સ્ટાફે કટીંગ વેળાએ ત્રાટકતા નાશ ભાગ મચી ગયો હતો.
ઓરડીમાં છૂપાયેલો રૂ ૫૦ હજારની કિંમતનો ૫૦૧ બોટલ દારુ પાંચ કાર, બાઇક અને ચાર મોબાઇલ મળી રૂ ૧૬.૮૨ લાખનો મુદામાલ કબ્જે કરી નાશી છુટેલા વનરાજની શોધખોળ આદરી હોવાની માહીતીના આધારે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં ગઈકાલે ડિવિઝનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના ચંદ્રવિજયસિંહ ઝાલા તથા હરેન્દ્રસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, પુનિતનગરમાં આવેલા એક મકાનમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા ઈચ્છતા પ્યાસીઓ માટે બહારથી મંગાવીને અંગ્રેજી શરાબનો મોટો જથ્થો સંતાડીને રાખવામાં આવ્યો છે.
આ બાતમીથી ઈન્ચાર્જ પીઆઈ વી.એસ. લાંબાને વાકેફ કરાયા પછી સ્ટાફના ભગીરથસિંહ જાડેજા, જોગીન્દરસિંહ, હિતેન્દ્રસિંહ, અમિત નિમાવતને સાથે રાખી ગાંધીનગર નજીકના પુનિતનગરમાં આવેલા ગિરીરાજસિંહ ઈન્દુભા જાડેજાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે પોલીસે તલાશી લેતા ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૪૪ મોટી બોટલ તેમજ ૩૮૪ નાની બોટલ (ચપટા) મળી આવ્યા હતા. પોલીસે રૂ.૧,૧૦,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પોલીસના દરોડા વેળા પહેલા ગિરીરાજસિંહ નાસી જવામાં સફળ થયો હતો. આ શખ્સ સામે પ્રોહીબીશન એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.