રાહદારી અને વાહન ચાલકોને નિ:શુલ્ક વિતરણ કરાયું
ગાંધીગ્રામ વિસ્તારમાં કોરોના વાયરસના સાવચેતી પગલાના ભાગરૂપે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે રાહદારી તેમજ વાહન ચાલકોને નિ:શુલ્ક માસ્કનું વિતરણ કર્યુ હતું.
ગાંધીગ્રામ પોલીસે જનજાગૃતિ તેમજ તકેદારીના ભાગરૂપે વિજય પ્લોટ ખાતે આવેલા વિરલ ગ્રાફીકસના સંચાલક વિપુલ એસ. કોટકના સહયોગથી મોટા પ્રમાણમાં માસ્ક બનાવી ડી.સી.પી. ઝોન-ર મનોહરસિંહ જાડેજાના હસ્તક અરજદારોને પણ નિ:શુલ્ક માસ્કનું વિતરણ કર્યુ હતું. અને કોરોના વાયરસથી સાવચેત રહેવા લોકોને અપીલ કરવામાં આવી હતી.