લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ *બામણબોર પોલીસ સ્ટેશનના* પો. સ. ઈ. આર.આર.બંસલ, હે.કો. ડી. એફ. મેહરિયા, જયેશભાઈ, મહેન્દ્રસિંહ, વલ્લભભાઈ, ભાનુભાઇ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા *ચોટીલા તાલુકાના ટીમમે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (૧) માનાસુરભાઈ બિઝલભાઈ ગાબું જાતે ત.કોળી ઉવ. ૨૮, (૨) મહેશભાઈ રામભાઈ બોરીચા જાતે આયર ઉવ. ૩૫, (૩) ભગવાનભાઈ વિરજીભાઈ શિશા જાતે કોળી ઉવ. ૪૫, (૪) રવિદાસ રામદાસ ગોંડલિયા જાતે બાવાજી ઉવ. ૨૬ તથા (૫) છગનભાઈ ટપુભાઈ શીશા જાતે ત.કોળી ઉવ.૩૦ રહે. તમામ ગોલિડા તા. ચોટીલાને રોકડ રકમ રૂ. ૨,૧૫૦/- તથા મોબાઈલ ફોન નંગ ૦૩ કિંમત રૂ. ૬,૦૦૦/- તથા ગંજીપાના સહિતના કુલ રૂ. ૮,૧૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી* પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ *તમામ ૦૫ આરોપીઓ વિરુદ્ધ બામણબોર પોલીસ સ્ટેશનના પો.કો. મહેન્દ્રસિંહ ભૂપતસિંહએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ* કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
જ્યારે બીજા એક બનાવમાં બામણબોર પોલીસ સ્ટેશનની આ જ ટીમ દ્વારા *ચોટીલા તાલુકાના ફૂલઝર ગામે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (૧) રાજુભાઈ અનકભાઈ વિકમા જાતે કાઠી દરબાર ઉવ. ૩૫, (૨) રાજેશભાઈ અમરાભાઇ વિકમા જાતે કાઠી દરબાર ઉવ. ૪૫, (૩) દેવરાજભાઈ વેલાભાઈ પલાળિયા જાતે કોળી ઉવ. ૪૫, (૪) મંગાભાઈ માવજીભાઈ મકવાણા જાતે કોળી ઉવ. ૪૨, (૫) નરેશભાઈ કાનાભાઈ માલકિયા જાતે ત.કોળી ઉવ. ૩૬ તથા (૬) ભરતભાઈ ઉર્ફે કાનો નારણભાઈ માલકીયા જાતે કોળી ઉવ.૩૬ રહે. તમામ ફુલઝર તા. ચોટીલાને રોકડ રકમ રૂ. ૭,૭૧૦/- તથા ગંજીપાના સહિતના કુલ રૂ. ૭,૭૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી* પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ *તમામ ૦૬ આરોપીઓ વિરુદ્ધ બામણબોર પોલીસ સ્ટેશનના હે.કો. વલ્લભભાઈ હીરાભાઈએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ* કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે…..
વધુ તપાસ બામણબોર પોલીસ સ્ટેશનના પો. સ. ઈ. આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે….