પાણી સપ્લાય કરવાના નામે મોંઘીદાટ બ્રાન્ડનો શરાબ બનાવવાનું કારખાનું ઝડપાયું
વાંકાનેર તાલુકાના સરધારકા ગામે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી સ્ટાઇલમાં વોટર સપ્લાયનાં નામે યુવાનોએ ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનવવાની મિનિ ફેક્ટરી શરૂ કરી હતી પરંતુ દારૂની ફેકટરીના સ્ટાર્ટઅપ સાથે જ પોલીસે દરોડો પાડતા ફેકટરીના ઊઠમણા થયા હતા, ભેજાબાજ યુવાનો દ્વારા રોયલ સ્ટગ સહિતના વિદેશી શરાબમાં પાણી મિલાવી વેટ-૬૯, ટીચર્સ સ્કોચ, રોયલ ચેલેન્જ સહિતનો ડુપ્લીકેટ દારૂ બનવવામાં આવતો હતો અને બાદમાં મોંઘા ભાવે શરાબ શોખીનોને વેચવામાં આવતો હતો. આ મામલે ૬ શખ્સો ને ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસે ૧.૯૬ લાખના મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેર તાલુકા પોલીસને વાંકાનેર ના સરધારકા ગામે શિવગંગા વોટર સપ્લાયર નામની ફેકટરીમાં અમુક ઈસમો દ્વારા ઈંગ્લીશ દારૂ મંગાવી બીજી બ્રાન્ડ ની બોટલ માં પાણી ભેળસેળ કરી નકલી સ્કોચ ઈંગ્લીશ દારૂ બનાવી રહ્યા હોવાની મળેલ ખાનગી બાતમી ના આધારે તાલુકા પોલીસના પીએસઆઈ જી.આર.ગઢવી સહીત ની પોલીસ ટીમે દરોડો પાડતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મીની ફેકટરીમાં વિદેશી દારૂ બહાર થી મંગાવી તેને છુટો કરી પાણી સાથે ભેળસેળ કરી અને સ્કોચ જેવી મોંઘીદાંટ વિદેશી દારૂ ની બોટલો મા સીલપેક કરવામાં આવતો હતો.
ડુપ્લીકેટ દારૂની ફેકટરી મામલે પોલીસે માલદેવસિંહ મહેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર ઉ.વ.૨૫ રહે.સરધરકા તા.વાકાનેર, ભગીરથસિહ રઘુભા જાડેજા જાતે દરબાર ઉ.વ.૨૨ રહે.અમરનાથ સોસાયટી વાકાનેર, વિનોદસિહ મનુભા જાડેજા ઉ.વ.૩૦ રહે.મોટી રવ તા.રાપર જી. કચ્છ, જયદિપસિહ રણજીતસિહ સોઢા જાતે દરબાર ઉ.વ.૩૦ રહે.નવા ઢુવા તા.વાકાનેર, લક્ષ્મણસિહ વેલુભા જાડેજા જાતે દરબાર ઉ.વ.૨૨ રહે.મોટી રવ જીયાણી ડોવાર તા.રાપર.જી.કચ્છ, શક્તિસિહ ગંભીરસિહ વાઘેલા જાતે દરબાર ઉ.વ.૨૦ રહે.સમાવાસ તા.રાપર જી.કચ્છ સહીત છ શખ્સો ને કુલ રૂપીયા ૧,૯૬,૬૦૦/- ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
પીએસઆઇ જીઆર ગઢવી એ જણાવ્યું હતું કે રોયલ સ્ટેગ ની બોટલો બજારમાં ૫૦૦ થી ૭૦૦ માં વહેંચાતી હોય છે જ્યારે આ ફેકટરીમાં રોયલ સ્ટેગની બોટલમાં પાણી મિક્ષ કરી જુદી – જુદી બ્રાન્ડની સ્કોચ વ્હીસ્કીની બોટલો બનાવી તેને શોખીનોને ૩૦૦૦થી ૫૦૦૦ સુધી ની કિંમતમાં વેચવામાં આવતી હતી.
દારૂની આ ફેક્ટરીમાંથી ફેક્ટરીમાંથી પોલીસે જુદી જુદી બ્રાન્ડ ની વિદેશી દારૂ ૧,૮૬,૬૦૦/- રૂપીયા ની કિંમતની ૬૨૨ નંગ બોટલો ત્થા ૧૦૦૦૦ ની કિંમતના ૧૦ મોબાઈલ, તેમજ ભેળસેળ કરવા માટે લાવવામા આવેલ ખાલી બોટલો ૩૩૮ નંગ કિમત રૂપીયા ત્થા વિદેશી દારૂ ની ભેળસેળ કરવા ના સાધનો મળી કુલ રૂપીયા ૧,૯૬,૬૦૦/- ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી અને વાકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.