શહેર સહિત વઢવાણ અને ધ્રાંગધ્રામાં દરોડો પાડી કુલ રૂ.૧.૫૦ લાખનો મુદામાલ કબજે
સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે ઘાંચીવાડમાં દરોડો પાડતા ગંજીપાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા મુસ્તાકભાઈ ભટ્ટી, રફીક મોવર, નુરમહમદ મોવર, યુનુસભાઈ ઘુસા મકવાણા, મહમદખાલીદ ભટ્ટી, હનીફ ખલીફા, રફીક ખલીફા ઝડપાયા હતા. જયારે સુરેન્દ્રનગર એલસીબી ટીમે બાતમીના આધારે નારીચાણા ગામે જુગાર અંગે દરોડો પાડયો હતો. જયાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂપિયા ૨૩ હજાર રોકડા, મોબાઈલ, બાઈક સહિત કુલ રૂ.૭૦ હજારનો મુદામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
આ શખ્સો પાસેથી રૂપિયા ૫૮૭૦ રોકડા સહિતનો મુદામાલ કબજે લઈ એ ડિવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. જયારે વઢવાણ બગીચા પાસે જુગાર રમતા રાજેશ પરમાર, જયંતીભાઈ ચૌહાણ, જોની વાણીયાને ૬૫૦ રોકડા સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત વઢવાણ બસ સ્ટેશન પાસેથી વરલી મટકાનો જુગાર રમાડતો ઈમરાનભાઈ રફીકભાઈ શેખ રૂ.૧૪૧૦ સાથે પકડાઈ ગયો હતો.
ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામમાં વણકરવાસમાં રહેતો અશોકભાઈ ઉર્ફે ઘોઘો કાંતીલાલ પુજારા પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડો કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે જુગાર રમતા મકાન માલિક અશોકભાઈ ઉર્ફે ઘોઘો કાંતીલાલ પુજારા, નારીચાણાના ઈશ્ર્વરભાઈ પરસોતમભાઈ જાદવ, ભેચડાના મહેન્દ્રસિંહ રણજીતસિંહ ઝાલા, ત્રિભોવનભાઈ છગનભાઈ વાઘેલા, ભરતભાઈ ગુગાભાઈ ભાંભેરા અને મહેન્દ્રસિંહ જોરૂભા ઝાલાને ઝડપી લીધા હતા.
પોલીસે જુગારના પટમાં રોકડા રૂપિયા રૂ.૨૩ હજાર, ૬ મોબાઈલ કિંમત રૂ.૬૫૦૦, બે બાઈક કિંમત રૂપિયા ૪૦ હજાર સહિત કુલ રૂ.૬૯,૮૯૦નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથધરી છે.