- ભાઈને મળવા આવેલા યુવાનને વરાછા પોલીસે ગાંજા સાથે ઝડપ્યો
- 64,240ની કિંમતનો 6 કિલો ગાંજો ઝડપાયો
- કુલ 69,130 નો મુદ્દામાલ કબજે કરાયો
સુરતના સાયણ ખાતે રહેતા ભાઈને મળવા ઓરિસ્સાના ગંજામથી સુરત આવેલા યુવાનને વરાછા પોલીસે 6.42 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ યુવાન પેમેન્ટની રાહ જોતો હતો અને પકડાઈ ગયો. બાતમીના આધારે વરાછા પોલીસે અશોકનગર રેલવે ટ્રેક પાસે બિક્રમા ઉર્ફે શીલુ પૃથ્વી સીધર સ્વાઈને રૂ.64,240ની મત્તાના 6 કિલો 424 ગ્રામ ગાંજો સાથે ઝડપી લીધો હતો. પોલીસે કુલ રૂ.69,130 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના સાયણ ખાતે રહેતા ભાઈને મળવા ઓરિસ્સાના ગંજામથી સુરત આવેલા યુવાનને વરાછા પોલીસે વરાછા અશોકનગર રેલવે ટ્રેક પાસેથી 6.424 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો.ચાર દિવસ પહેલા સુરત આવેલો યુવાન ગાંજાની ડીલીવરી જેને આપવાની હતી તે ઉડીયા યુવાનને ક્યુઆર કોડ મોકલી તેના પેમેન્ટની રાહ જોતો ઉભો હતો ત્યારે જ વરાછા પોલીસે ઝડપી લીધો હતો.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે 2012માં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનૈતિક દેહવેપારના ગુનામાં ફરાર કૈદી હસમુખ ઉર્ફે રાજુ શંકાભાઈ પંચાલ (ઉ.વ. 52, નિવાસી: કોકણોલ, હિંમતનગર, સાબરકાંઠા) ને ઝડપવામાં સફળતા મેળવી છે. આરોપી 2012માં લાજપોર જેલમાંથી દસ દિવસની વચગાળાની રજા ઉપર બહાર આવ્યો હતો, પરંતુ તે જેલમાં પાછો પરત ન ફર્યો અને છેલ્લા 13 વર્ષથી નાસતો ફરતો હતો. આરોપી સાબરકાંઠા જીલ્લાના મજરા ગામ ચોકડી નજીક વિનય ગેસ્ટ હાઉસ પાસે છુપાયો હતો, જ્યાં ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડો કરી તેને પકડી પાડ્યો. આરોપી પર ઈમોરલ ટ્રાફીક પ્રિવેન્સન એક્ટ 1956ની કલમ 3, 4, 5, 6 અને 7 હેઠળ કેસ નોંધાયો હતો, જેમાં તે લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો.
આ ગુનામાં હકીકત એવી છે કે, હસમુખ ઉર્ફે રાજુ તેના સાગરીતો જીગ્નેશ પારેખ અને અંકિત સાથે મળીને સુરતના રેલવે સ્ટેશન નજીક વિવિધ હોટલમાં કુટણખાનું ચલાવતો હતો. આરોપીઓ બહારથી યુવતીઓ બોલાવી પૈસાનું પ્રલોભન આપી તેમને અટકાવી રાખતા અને દેહવ્યાપાર કરાવતા હતા. 22 એપ્રિલ 2012ના રોજ જાપાન માર્કેટના સાતમા માળે પોલીસ રેડ દરમિયાન આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. 28 સપ્ટેમ્બર 2012ના રોજ દીકરાની સારવારના બહાને દસ દિવસ માટે જેલમાંથી બહાર આવ્યો હતો, પરંતુ ત્યારથી ફરાર હતો. તેની શોધખોળ માટે ક્રાઈમ બ્રાન્ચે બે મહિના સુધી તપાસ કરી, પરિવારની માહિતી મેળવી અને આઇ.ટી. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેનું લોકેશન ટ્રેસ કર્યું. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આપેલા બાતમી આધારે આખરે 13 વર્ષ પછી કૈદી હસમુખ પંચાલને પકડી પાડ્યો, જ્યારે જીગ્નેશ પારેખ અને અંકિતને નામદાર કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફરમાવવામાં આવી છે.
સુરતના પાંડેસરા જી.આઈ.ડી.સી. ખાતે આવેલી સિદ્ધાર્થ ઈન્ડસ્ટ્રીઝમાંથી હરિયાણાના વેપારી અવના ગુપ્તા અને દલાલ કપીલ રાજપુરોહિતે 33.73 લાખના ડીઝિટલ પ્રિન્ટેડ ફેબ્રિક ખરીદી ચૂકવ્યા વિના છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદી નિલેષભાઈ માસ્ટર, મેનેજર (સિદ્ધાર્થ ઈન્ડસ્ટ્રીઝ), રહીશ વરિયાવ, અમરોલી, અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, 12 મે 2014 થી 3 ઓક્ટોબર 2024 સુધીમાં આરોપીઓએ 17,364.75 મીટર કાપડ ખરીદ્યું હતું, પણ પેમેન્ટ નહીં ચૂકવી ખોટા વચન આપી છેતરપિંડી કરી હતી.પાંડેસરા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.