સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ…..
જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. એ.એચ.ગોરીને હે.કો. મહેન્દ્રસિંહ મારફતે મળેલ બાતમી આધારે લીંબડી તાલુકાના જાંબુ ગામે જાહેરમાં જુગાર રમતા 02 આરોપીઓને રોકડ રકમ રૂ. 7,035/- તથા બામણબોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે રેઇડ કરી, રોકડ રકમ રૂ. 8,130/- તથા મોટર સાયકલ સહિત કુલ રૂ. 43,130/- ના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને પકડી પાડી, જુગાર ધારા હેઠળ અલગ અલગ બે કેસ દાખલ કરવામાં આવેલ છે….
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. અમીનાબેન ગોરી, હે.કો. મહેન્દ્રસિંહ, ચંદુભાઈ, વાલજીભાઈ, હિતેશભાઈ, હસુભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા *લીંબડી તાલુકાના જાંબુ ગામે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (1) ગુલાબભાઈ હુસેનભાઇ સંઘરીયાત જાતે મુસલમાન રહે. જાંબુ તા. લીંબડી જી. સુરેન્દ્રનગર તથા (2) હનીફભાઇ મહંમદભાઇ દાયમાંને રોકડ રકમ રૂ. 10,165/-, મોબાઈલ નંગ 3 તથા ગંજીપાના સહિતના કુલ રૂ. 7,035/- ના મુદ્દામાલ સાથે પકડી* પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. આ રેઇડ દરમિયાન આરોપી ફરૂકભાઈ કાળુભાઈ જીવાણી જાતે મુસલમાન રહે. જાંબુ તા. લીંબડી નાસી ગયેલ હતો. પકડાયેલ તથા નાસી ગયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનના હે.કો. હસમુખભાઈ પરમારએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે….._
જ્યારે બીજા એક બનાવમાં લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. આર.આર.બંસલ, હે.કો. વલ્લભભાઈ, મુકેશભાઈ, જયેશભાઈ, ઘુસાભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે જાહેરમાં લાઈટના અજવાળે જુગાર રમતા આરોપીઓ (1) જીગ્નેશભાઈ મોહનભાઈ ડાભી કોળી ઉવ. 25 રહે. મોટી મોલડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર, (2) કાનજીભાઈ નાથાભાઈ મેઘાણી જાતે કોળી ઉવ. 25 રહે. મોટી મોલડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર, (3) વિપુલભાઈ વિરજીભાઈ મેઘાણી જાતે કોળી ઉવ. 21 રહે. મોટી મોલડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર, (4) કાળુભાઈ માવજીભાઈ જાદવ જાતે કોળી ઉવ. 38 રહે. મોટી મોલડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર તથા (5) ઘનશ્યામભાઈ વાલજીભાઈ વાઢેર જાતે કોળી ઉવ. 23 રહે. મોટી મોલડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગરને રોકડ રકમ રૂ. 8,130/- તથા મોટર સાયકલ નંગ 02 રૂ. 35,000/- તથા ગંજીપાના સહિતના કુલ રૂ. 43,130/- ના મુદ્દામાલ સાથે પકડી* પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ બામણબોર પોલીસ સ્ટેશનના હે.કો. વલ્લભભાઈ હીરાભાઈએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે….._
વધુ તપાસ પાણશીણા પોલીસ સ્ટેશન તથા બામણબોર પોલીસ સ્ટેશનનાસ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે….