મોરબીના આમરણ બેલા ગામની સીમમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આઠ શખ્સોને રૂપિયા ૨૨૩૪૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ અને નાયબ પોલીસ અધિક્ષક બનો જોશી મોરબી વિભાગ મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ તાલુકા પીએસઆઇ એસ.એ.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ એમ.સી,જાડેજા તથા પો.કોન્સ જુવાનસિંહ ઝાલા તથા અમિતભાઇ પટેલ તથા કિર્તીસિંહ જાડેજા તથા દિનેશભાઇ બાવળીયા તથા હિતેષભાઇ ચાવડા તથા ઉજવલદાન ગઢવી તથા શકિતસિંહ જાડેજા તથા વિગેરે સ્ટાફના માણસો પટ્રોલીંગમાં હતા એ દરમ્યાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેલા(આમરણ) ની ચોગાનીયા સીમમાં ડેમી નદી નજીક નદીકાંઠે થી જાહેરમાં ગજીપાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા આરોપી (૧) રામજીભાઇ જેઠાભાઇ ભોરણીયા જાતે.૫ટેલ ઉવ.૭૦ ધંધો નિવૃત રહે.
આમરણ જુના ગામમાં તા.જી.મોંરબી(ર) ભરતભાઇ મોમૈયાભાઇ કુંભારવાડીયા જોત.બોરીચા ઉવ.૩૫ ધંધો.ખેતી રહે. બેલા-નવા (આમરણ) તાજી. મોરબી (૩) જુસબભાઇ અયુબભાઇ જામ જાતે મિયાણા ઉવ.૩૮ ધંધો.સેન્ટીંગ રહે.જુનાબેલા(આમરણ) તા.જી.મોરબી (૪) ડાયાભાઇ આંબાભાઇ ગમારા જાતે.ભરવાડ ઉવ.૬૫ ધંધો.માલઢોર રહૈ,જુનાબેલા (આમરણ) તા.જી.મોરબી (૫) દાનાભાઇ મગનભાઇ કુંભારવાડીયા જાતે.બોરીચા ઉવ.૩૫ ધંધો.મજુરી રહૈ.બેલા સોસાયટી વિરતાર(આમરણ)તા.જી.મોરબી(૬) થોભણભાઇ કલાભાઇ પેથાપરા જાતે.૫ટેલ ઉવ.૫૪ ધંધો.ખેતી રહૈ.નવાબેલા (આમરણ)તા.જી.મોરબી(૭) સંજયભાઇ હસુભાઇ રાઠોડ જાતે.કોળી ધંધો.ખેતમજુરી ઉવ.૩૩ રહે.ઉટબેટ શામપર તા.જી.મોરબી(૮) દયાલજીભાઇ નરશીભાઇ કાસુંદ્ર જાતે.૫ટેલ ઉવ.૫૫ ધંધો.ખેતી રહે.બેલા ઉમિયાનગ૨(આમરણ)તા.જી.મોરબી વાળાઓ કુલ કિ.રૂ.રર,૩૪૦/ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.
આ મામલે પોલીસે તમામ આરોપીઓની ધોરણસર અટક કરી તમામ વિરૂધ્ધ મોરબી તાલુકા પો.સ્ટે.માં સેકન્ડ ગુ.ર.ન.૩૦૯૩/૧૮ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.