ધ્રાગધ્રા શહેરમા આજથી પાંચેક વર્ષે પહેલા ફોન પર ધમકી આપવાની ફરીયાદ સીટી પોલીસ સ્ટેશન નોંધાઇ હતી જેમા બે શખ્સો પર ધમકીની ફરીયાદ થઇ હોવાથી અગાઉ એક શખ્સને સીટી પોલીસ દ્વારા પકડી પાડી કાયદેસરની કાયઁવાહી હાથ ધરેલ હોય જ્યારે અન્ય એક શખ્સની અટક હજુ સુધી ન થઇ હોવાથી ધ્રાગધ્રા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધાની સુચના હેઠળ શરુ કરાયેલ સર્વેલ્યન્સ સ્ટાફ દ્વારા ખાનગી રાહે બાતમીદારો પુછપરછમા જાણવા મળેલ કે પાંચ વર્ષ પહેલા ફોન પર ધમકી આપવાના ગૃન્હામા સંડોવાયેલ એક ફરાર શખ્સ અજય ઉર્ફે પંપુ રમેશભાઇ રાઠોડ રહે:- નરશીપરા વિસ્તાર પાસે હોય જે ખાનગી બાતમીના આધારે સર્વેલ્યન્સ સ્ટાફના રણછોડભાઇ ભરવાડ, બાલજીભાઇ, ચેતનભાઇ ગોસાઇ સહિતનાઓ તુરંત નરશીપરા વિસ્તારમાથી આ શખ્સને દબોચી લીધો હતો બાદમા સીટી પોલીસ સ્ટેશને લઇ જઇ કાયદેસરની કાર્યવાહો હાથ ધરાઇ હતી.
Trending
- દરિયામાં રહેતા આ જીવમાંથી મળી આવે છે કિંમતી મોતી
- પાવાગઢ મહાકાળી મંદિર કાલે સાંજે 4 વાગ્યાથી બંધ, જાણો કારણ
- આ નવી થેરાપીઓ કેન્સર સામેની લડાઈ જીતવામાં અસરકારક
- Samsung Galaxy Ring 2ની જાણકારી થઇ લીક…
- પત્તા પ્રેમીઓ માટે ખાસ ! ત્રણ રાજાને મૂછ છે તો ચોથાને કેમ નહીં ?? જાણો કારણ
- શું ફોબિયા યુવાનોને લગ્ન કરવાથી દુર રાખી રહ્યો છે?
- નેચર સાથે એડવેન્ચર !! પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસ પ્રેમીઓ માટે આ જગ્યા પરફેક્ટ
- જાણો વલસાડ પોલીસના મિશન ‘મિલાપ’ એ માત્ર 10 મહિનામાં કરેલી કામગીરી