લોભીયાનું ધન ધુતારા ખાય તેવી કહેવતને સાર્થક કરતો કિસ્સો શહેર પોલીસના ચોપડે નોંધાયો છે. 1100થી વધુ રોકાણકારોના કરોડો રૂપીયાનું ફુલેકુ ફેરવનાર સમય ટ્રેડીંગ, સાંઈ ટ્રેડીંગ અને આશિષ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના સંચાલક સહિત ત્રણ શખ્સોને ઝડપી લઈ પોલીસ રોકાણકારોએ ગુમાવેલી નાણા પરત અપાવી શકશે તેવી લોક ચર્ચા જાગી છે. કે રૂટીન મુજબની કાર્યવાહી કરી પોલીસ સંતોષ માનશે.
જામનગર રોડ પર આવેલા પરસાણા નગરમાં રહેતા અને ખાનગી મા નોકરી કરતા રાજેશભાઈ જીવરાજભાઈ વાઘેલા ની ફરિયાદ પરથી સમય ટ્રેડીંગ અને આશિષ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટી લીમીટેડના ચેરમેન પ્રદીપ ખોડાભાઈ વાવેરા, તેના પાર્ટનર દિવ્યેશ કાલાવડીયા અને હિતેશ લુક્કા સામે ઠગાઈ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે દોઢેક વર્ષ પહેલા ફરિયાદી રાજેશભાઈને જાણવા મળ્યું કે, સમય ટ્રેડીંગમાં એક સ્કીમ ચાલે છે. જેમાં રોકાણ કરવાથી 10 ટકા લેખે રીટર્ન દર મહિને મળશે. જેથી તેણે રોકાણ કરવાનું નક્કિ કરી બેંકમાંથી લોન લઈ લીધા બાદ પરિચિત સાથે રૂા. પાંચ લાખ 150 ફૂટ રીંગ રોડ પર આવેલી સમય ટ્રેડીંગની ઓફિસે જઈ રોકાણ કર્યા હતા. આ સમયે તેને રોકાણ કરાયાનું કલાઈન્ટ ફોર્મ ભરી અપાયું હતું અને એક બેંકનો ચેક પરત અપાયો હતો. આ સમયે ફરિયાદીને જાણવા મળ્યું કે સમય ટ્રેડીંગનું સંચાલન આરોપી પ્રદીપ ડાવેરા કરે છે. અને તેના પાર્ટનર હિતેશ અને દિવ્યેશ છે. બાદમાં રીટર્ન વખતે તેઓ સમય આપવા લાગ્યો હતો.
આ તરફ પૈસાની જરૂરીયાત ઉભી થતા ફરિયાદીને માંડ રૂા. પાંચ માંથી 1 લાખ રૂપિયા આપ્યા હતા, અને બાદમાં 150 ફટરીંગ રોડ પર આવેલીધ સ્પાયર બિલ્ડીંગમાં સ્થિત સમય ટ્રેડીંગ અને આશિષ ક્રેડિટ કો ઓપરેટીવન સોસાયટીની ઓફિસે ધક્કા ખાવા છતાં જવાબ મળતો ન હતો. આ તરફ ફરિયાદી ઉપરાંત અન્ય 111 થી વધુ લોકો એ રોકાણ કરેલા રૂા.4.73 કરોડથી વધુ રૂપિયા પણતે મને પ2ત મળ્યા ન હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું હતું. આ મામલે આજ સુધી તમામને રૂપિયા પરત નહીં મળતા અંતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા ત્રણેય શખ્સોએ નાના અને મધ્યમ વર્ગના રોકાણકારોના કરોડો રૃપિયાનું ફુલેકું ફેરવી દીધાનું બહાર આવ્યું છે આંકડો આશરે 50 કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે સેક્સ પોલીસ રોકાણકારોને રૂપિયા પરત અપાવી શકશે કે કેમ કે રાબેતા મુજબ કામગીરી કરી સંતોષ માનસે છે