- રાજકોટ સિટીબસ અકસ્માત કેસમાં આરોપી ચાલકની ધરપકડ
- બસચાલકે કહ્યું- સમયસર બ્રેક ન લાગી શકી, એક્સિલેટર દબાય જતા અકસ્માત સર્જાયાનું રટણ પોલીસ સમક્ષ કર્યું
- બેદારકારીભર્યા ડ્રાઇવિંગને લઈને અનેક લોકોને 6-7 લોકોને ઈજા પહોંચડી હતી અને 4 લોકોના મો*ત
થોડા દિવસ પહેલા રાજકોટ શહેરમાં આવેલા ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ડ્રાઇવરે બેફામ બસ હાંકી 4 લોકોને મો*તને ઘાટ ઉતાર્યા હતા. બેદારકારીભર્યા ડ્રાઇવિંગને લઈને અનેક લોકોને 6-7 લોકોને ઈજા પહોંચડી હતી. આ મામલે ડ્રાઈવર શિશુપાલ સિંહ રાણાને હોસ્પિટલમાંથી રાજ મળતા ધરપકડ કરવામાં આવી છે.
4 લોકોનો ભોગ લેનાર સિટીબસના ડ્રાઈવરને હોસ્પિટલમાંથી રજા મળતા ધરપકદ કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીગ્રામ પોલીસે ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરવામાં આવી છે. ડ્રાઈવર વિરુદ્ધ પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો દાખલ થયો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઇવરે કહ્યું, “બ્રેક મારી પણ લાગી જ નહીં”. પોલીસ દ્વારા PMI એજન્સી અને વિશ્વમ એજન્સીના સંચાલકોને નોટિસ આપી બોલાવાયા હતા. આજે પોલીસ દ્વારા એજન્સીના સંચાલકોની પૂછપરછ કરવામાં આવશે.
View this post on Instagram
ઇન્દિરા સર્કલ પાસે બેકાબૂ બનેલી સિટી બસે ચાર નિર્દોષ લોકોનો ભોગ લીધો હતો. આ ગોઝારી ઘટના બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરીને બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરી છે. તેમજ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ડ્રાઈવરને રજા મળતા જ ગાંધીગ્રામ પોલીસે તેની કસ્ટડી લીધી હતી.
પોલીસ દ્વારા ડ્રાઈવર શિશુપાલસિંહ રાણા વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રાથમિક પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે પોલીસને જણાવ્યું હતું કે તેણે બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે લાગી ન હતી. જો કે, પોલીસ ડ્રાઈવરના આ નિવેદન પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી રહી નથી અને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ ગંભીર ઘટનાને પગલે પોલીસે બસની સંચાલન કરતી PMI એજન્સી અને વિશ્વમ એજન્સીના સંચાલકોને પણ નોટિસ ફટકારીને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ ઉપરાંત આજે પોલીસ આ બંને એજન્સીઓના સંચાલકોની પૂછપરછ કરશે અને અકસ્માત માટે જવાબદાર પરિબળો અંગે માહિતી મેળવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સિગ્નલ ખુલતાની સાથે જ બસ ચાલકે ગફલતભરી રીતે બસ હંકારી મુકી હતી. બસની આગળ રહેલા ટૂ-વ્હીલર, રિક્ષા અને કારને અડફેટે લીધા હતા. જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા 4 લોકોના મો*ત નીપજ્યાં હતા. સમગ્ર બનાવના પગલે એકઠા થયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી અને ડ્રાઇવરને માર માર્યો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.