હોમગાર્ડ અને ખાનગી સિક્યુરીટીમેનના શિસ્ત અંગે પીઆઇ દ્વારા રિપોર્ટ કરવા ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઇનો આદેશ
શહેરમાં પોલીસનું નાઇટ રાઉન્ડ અસરકારક બનાવવા નાયબ પોલીસ કમિશનર ઝોન-2 દ્વારા પ્ર.નગર, ગાંધીગ્રામ, યુનિર્વસિટી, રાજકોટ તાલુકા અને એ ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેકટર દ્વારા નાઇટ રાઉન્ડમાં જતા પોલીસ સ્ટાફ સરકારી બાઇકનો ઉપયોગ કરતા હોય તો તેઓને હેલ્મેટ પહેરવી ફરજીયાત બનાવી છે. તેમજ રાત્રી પેટ્રોલિંગમાં આવતા હોમગાર્ડ અને ખાનગી સિકયુરિટી પાસે શિસ્તમાં રહે તે અંગે જરૂરી સુચના આપવામાં આવી છે.
ગત તા.4 મેના રોજ ડીસીપી ઝોન-2 દ્વારા રાત્રે સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સ્ટાફ સરકારી બાઇક પર પેટ્રોલિંગ કરતા હતા પરંતુ તેઓએ હેલ્મેટ પહેરી ન હતી. જ્યારે ખાનગી સિકયુરિટી સ્ટાફ યુનિફોર્મમાં જોવા મળ્યા ન હતા અને કેટલાક હોમગાર્ડના જવાનો દાઢી બનાવ્યા વિના અને અસ્ત વ્યસ્ત ડ્રેસમાં જોવા મળ્યા હતા.
રાત્રી પેટ્રોલિંગ કરતા પોલીસ સ્ટાફ સરકારી બાઇક પર નીકળે ત્યારે હેલ્મેટ પહેરવી ફરજીયાત કરવી, ખાનગી સિકયુરિટી સ્ટાફ ફરજ પર હોય ત્યારે નિયત કરેલા ડ્રેસમાં હોવા જરૂરી હોવાનું અને હોમગાર્ડ સ્ટાફે દાઢી કરેલી હોવાનું ફરજીયત હોવાની સુચના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા સુચના આપવા તમામ પોલીસ મથકના ઇન્ચાર્જને ડીસીપી ઝોન-2 દ્વારા સુચના આપવામાં આવી છે.