કાર્યવાહી નહીં રોકે તો બાર એસોસીએશન દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો પર લખેલા લખાણો દૂર કરવાની સ્પેશિયલ ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે બાર એસોસિએશન દ્વારા પોલીસની આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુન પટેલે અબતક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસ ને આ બાબતે કાયદાની સમજ હોઈ તેવું લાગતું નથી.પોલીસે મોટર વહિકલ એક્ટ નો અભ્યાસ કરવો જોઈએ.

એમવી એક્ટ પોલીસની સમજની બહાર હોઈ તેવું મને લાગી રહ્યું છે.પોલીસે એ સમજવાની જરૂર છે કે પોલીસ, પ્રેસ, એડવોકેટ ,ડોક્ટર્સ કાયદાથી રચાયેલ બોડી દ્વારા અસ્તિત્વમાં આવેલી એક સંસ્થા છે.વકીલો ને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે.ડોક્ટર્સ માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે.પ્રેસ મીડિયા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે.આ બધી કાઉન્સિલ એક સતા આપે છે કે તમારી આઈડેન્ટિ જળવાઈ રહે.સમાજમાં તમારો માન મોભો જળવાઈ રહે.એ માટે સ્પષ્ટ આકારનો લોગો સંસ્થા દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે.

લોગો કાયદા એ આપેલ લોગો છે.કાયદા એ આપેલ લોગો દેશમાં પોલીસ તો શું કોઈનાથી છીનવી ન શકાય.પોલીસ ક્યારેય આ સિમ્બોલ ઉખેડી નહીં શકે.પોલીસ આવું કરતી હોય તો પોલીસ બળજબરી કરે છે,પોલીસ પોતે ગુન્હો કરે છે.કાયદાની સમજ જો પોલીસને જાણવી હોઈ તો સમજ આપું એમવીએક્ટ ની કલમ 36 એવું કહે છે કે માત્ર નંબર પ્લેટમાં,નેઇમ પ્લેટમાં કોઈ પણ જાતના સિમ્બોલ ન હોવા જોઈએ.

આરટીઓએ માન્ય કરેલ આ પ્લેટ હોવી જોઈએ.પોલીસ જો તેની આ કાર્યવાહી નહીં રોકે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. બાર એસોસિએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ મુકુંદસિંહ સરવૈયા અને બહારના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્ય અને સિનિયર એડવોકેટ ઓફ ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.