સુરેન્દ્રનગર શહેરમાં કાયદો વ્યવસ્થા દિન-પ્રતિદીન કથળી રહી છે ત્યારે જિલ્લામાં અને સુરેન્દ્રનગર શહેરમાં ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની પોલીસ હપ્તા ખોરી કરી અને દારૂ વેચાણ કરવા દેતી હોવા નો વિડીયો વાયરલ થતા પોલીસખાતામાં ભારે ખળભળાટ મચી ગયો છે ત્યારે ગઇકાલે શહેરના મારવાડી લાઈનમાં રહેતા એક યુવાને પણ ચાર પોલીસ ના નામ સહિત નામો આપી અને પોતે દવા ગટગટાવતા તેને સારવાર માટે સી યુ શાહ મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
દારૂના ધંધાર્થીએ વિડીયોમાં પોલીસના નામ લઇ કર્યો આપઘાતનો પ્રયાસ
ત્યારે તેના પરિવારે પણ પોલીસ ઉપર આક્ષેપો કરતા અવાર નવાર નાણાની ઉઘરાણી કરી અને તોડ-પાણી કરી યુવાનને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોવાનું વિડીયો વાયરલમાં જણાવવામાં આવ્યું છે ત્યારે શહેરના વડનગર વિસ્તારમાં રહેતા જગાભાઈ નામના કોળી યુવાને દારૂ વેચવાનો ધંધો કરે છે તેવું જણાવી અને આ યુવાનને પરેશાન કરતા હોવાનું તેના પરિવારમાં માતા અને પત્ની એવું જણાવી રહ્યા છે કે અવારનવાર રાત્રિના સમયે પૂછ્યા વગર ઘરમાં પ્રવેશ કરી અને તપાસના બહાને બધુ વેરણછેરણ કરી નાખતા હતા અને જગાભાઈ ઠાકોરે પુત્રીઓના કારણે ઘરમાં થોડી રાત્રિના આવતા ચિંતા થતી હતી ત્યારે હાલમાં જગાભાઈ ઠાકોરે પોતે દારૂએ છે તેવું જણાવી અને પોલીસે ત્રાસ આપી અને પરેશાન કરતાનો વિડીયો વાયરલ કરી અને ઝેરી દવા ગટગટાવી લેતાં તેને સારવાર માટે તાત્કાલીક અસરે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે.
જવાબદાર પોલીસ સામે શું પગલાં લેવામાં આવશે કે કેમ ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ડીવાયએસપી દોશી દ્વારા જણાવવામાં આવ્યું કે આ તમામ વીડિયો વાયરલ કરવામાં આવે છે તેમાં કાંઈ તથ્ય હોવાનું જણાવી અને તેમને આ અંગેનો ખુલાસો કરતા જણાવ્યું કે આ લોકો દારૂ વેચે છે તે નક્કી વાત છે પરંતુ પોલીસ પરેશાન કરે છે તે વાતની તપાસ ચાલુ છે
ત્યારે શહેર માં બે દિવસમાં બે કોળી યુવાનોએ દવા પીવાની ઘટના બહાર આવી છે
બુટલેગર દ્વારા વિડિયો વાયરલ કરવામાં આવતા પોલીસમાં ખળભળાટ પોલીસ હપ્તો લેતી હોવાની વિડિયોમાં બુટલેગરનો આક્ષેપ
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં અગાવ બેફામ દેશી તથા વિદેશી દારૂની રેલમછેલના વિડિયો વાયરલ થતા બુટલેગર અને પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બુટલેગરે દવા પીવાની ધમકી સાથે વિડિયોમાં પાંચ પોલીસના નામ સાથે જુદા-જુદા સ્થળ પર લઈ જઈ ડી.એસ.પી.તેમજ કલેકટરના નામે પૈસાનું ઉઘરાણુ કરતા હોવાનું બુટલેગર દ્વારા જણાવવામાં આવેલ છે. તેમજ પાંચ, દસ, પંદર, વીસ હજાર જેવી જુદી-જુદી રકમો તેમજ એકલાખ એસી હજાર જેવી રકમ આપેલ હોય તેમ જણાવી વિડીયો વાયરલ કરેલ હોવાથી પોલીસ બેડામાં અફડાતફડી મચી ગઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અગાવ પોલીસ અને બુટલેગરો વચે લેતી દેતી કરીને છડે ચોકે દારૂના હાટડી ચાલતા હવે દારૂ વેચનારાને ફદિયા ખુટીયા અને પોલીસને દારૂબંદી કરવાના જિલ્લા પોલીસના આદેશો નડીયા છે. દારૂ વેચનારા હાલે પાયમાલ છે. પોલીસને કેસ બતાવવાની પડી છે. હવે છાના છુપે દારૂનો ધંધો કરનારાઓ પણ પોલીસથી બચવા જેમ જીલ્લામાં ખનીજ ચોરો જેમ ખનિજ ચોરી બંધ કરાવવા જુદા જુદા પેંતરા ઘડીને પોલીસના દ્વાર ખટખટાવે છે.
બુટલેગરો પણ પોલીસથી બચવાને પોતાની પાનશેરી ભારે રાખવા નવા નવા પેંતરા ઘડીને પોલીસનું નાક દબાવવાની કોશિશ કરી રહ્યા છે. અને શહેરમાં વચોવચ દારૂડિયાઓ લથડીયા ખાતા હોવાનું પોલીસના ધ્યાન પર આવતાં અનેક સીસી ટીવી ફુટેજની મદદથી પોલીસે શહેરમાં અનેક દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવી છે. અને હાલ એક અગાવ બુટલેગર જે શહેરમાં વચ્ચોવચ આવેલા વિસ્તારમાં પોલીસને નજર સામે શહેરમાં એસી હોલ બનાવી દારૂ પીવાનો હોલ બનાવી અહીંયા ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો.
આજે એજ બુટલેગરે પોલીસ પૈસા માગે છે એમ કહી દવા પીવાના નાટક કરી પોલીસનું પણ નાક દબાવી રહ્યા છે. હજુ એક બીજો પણ બુટલેગર આવા જ પેંતરા રચવાની તૈયારી કરી રહ્યો છે. અને હવે પોલીસને બદનામ કરવા સિવાય ધંધા ચાલુ થઈ શકે તેમ નથી. પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરના અંબિકા માઇ મંદિર સામેની ગલીમાં લાંબા સમયથી દેશીદારૂ તથા ઇંગ્લિશ દારૂ વેચાતો હતો. રાત્રી દરમિયાન દરરોજ પોલીસની ગાડી આવતી પણ માત્ર બુટલેગર અને પોલીસ વાતચીત કરતી કોઈ તપાસ કરતી ન હતી અને આજુબાજુ વાળા લોકોને તે ખબર છે. કે પોલીસ સાથે રહીને દારૂ વેચવી રહી છે.
આ વિસ્તારમાં પોલીસનું પડખું લઇને અહીં ઘણીવાર ભયનો માહોલ ફેલાવાયો છે. અને આજુબાજુમાં મધ્યમ વર્ગના લોકો રહેતા હોય અને કોઈ બોલી શકે તેમ નહોતું.અનેક રજુઆત પોલીસ વડા પાસે જતી હોય છે ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દારૂ તદ્દન નાબુદ કરવા આદેશો આપ્યા હોય અને સસ્પેન્ડ કરી નાખવા સુધીની કડક સુચના આપેલ હોય દારૂ બંધ કરાવવા જતા પોલીસ સાથે ઘસરણ થઈ રહ્યું હોવાથી અનેક પોલીસના નાક દબાવવા અને દારૂના કેસમાં હાજર નહીં થવા ચારથી પાંચ પોલીસ પર આક્ષેપ કરી પોલીસ સ્ટેશન હાજર નહીં થવા જુદા-જુદા પેંતરા રચી રહ્યા છે. તેમજ વધુ સ્થાનિક પૂછપરછ કરતા અગાઉ દારૂનો ધંધો કરતા ને પુછતા પોલીસની માસિક હપ્તાની મલાઈ આ મુજબ છે.
સુરેન્દ્રનગર ડિવિઝન ડીવાયએસપી 20.000, સ્થાનિક પોલીસ અધિકારી 20.000, બીટ જમાદાર 20.000, એલસીબી 20.000, એસ.ઓ્.જી 15.0000, આર.આર.સેલ 20.000, વિજિલન્સ 30.000, તેમજ પોલીસ કોસ્ટેબલ બોલોના જુદી જુદી રકમ દઇને થોડા સમય પહેલા આ સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂના અડ્ડા ચાલતા હતા.