અબતક, રાજકોટ
શાપરના ગંગા ગેઇટમાં અવાવરૂ જગ્યા એથી મળી આવેલી લાશની ઓળખ મેળવવા માટે શાપર પોલીસે ઓળખ આપનારને ઇનામ આપવાનું જાહેર કર્યુ છે. ઉલ્લેખનીય છે કે પહેલા યુવાન આસામનો હોવાનું અને રૂપમ નામ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ આસામના પરિવારે આવી મૃતક તેનો પુત્ર નથી તેવું જણાવ્યું હતુ.
શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગુન્હો તા.17/12ના જાહેર થયેલ છે. આ ગુન્હાના કામે મરણજનાર અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે 25 થી 30 વાળાની લાશ શાપર (વે.) ગંગા ફોર્જીંગ ગેઇટમાં ગોલ્ડ કોઇન કારખાના પાસેના ખુલ્લા પ્લોટમાંથી મળી આવેલ છે.
આસામની યુવાની હત્યા સાથે શરૂ થયેલી તપાસમાં યુવક જીવીત મળ્યો
આ કામે મરણજનાર મધ્યમ બાંધનો અને આશરે ર5 થી 30 વર્ષની ઉંમરનો છે. તેણે શરીરે બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે. જમણા હાથના કાંડા ઉપર આછા ગુલાબી કલરનો દોરો બાંધેલ છે. મરણજનારના માથામાં કાળા ટુંકા વાળ છે. મરણજનારના પગના તળીયાની ચામડી બરચટ છે. શરીરે જોતા કોઇ નામ, ત્રાજવા કે અન્ય કોઇ ટેટુ ત્રોફાવેલ હોવાનું જણાતુ નથી. જે મરણજનારની ઓળખ થયેલ નથી. અને તેના વાલી વારસો મળી આવેલ નથી. જેથી મરણજનારની લાશને રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલ છે.
તેમજ આ ગુન્હો વણશોધાયેલ હોય જેથી આ ગુન્હો શોધી શકાય તેવી કોઇ માહિતી કોઇ પણ વ્યકિત જાણતા હોય તો તે માહિતી આપવા તેમજ મરણજનાર વ્યકિતને ઓળખી શકયા તેવી કોઇ માહિતી મળે અથવા મરણજનાર વ્યક્તિના વાલી વારસો બાબતે કોઈ જાણકારી હોય તો શાપર (વેરાવળ) પોલીસ સ્ટેટશન ફોન નંબર 02827 253600 અથવા ત.ક.અ. કે.એ.ગોહિલ પોલીસ સબ ઇન્સ. શાપર વેરાવળ મો.નં. 8347131313 ઉપર જાણ કરવા વિનંતી છે. અને માહિતી આપનાર વ્યકિતનું નામ સંપુર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે અને માહિતી આપનારને યોગ્ય વળતર આપી સન્માનીત કરવામા આવશે.
ઉલ્લેખનીય છે કે પોલીસને મૃતકની ઓળખ મળી હતી અને તે આસામનો અને રૂપમ નામ હોવાનું જાણવા મળતા રૂપમના પરિવારને જાણ કરતા તેનો પરિવાર રાજકોટ દોડી આવ્યો હતો. અને મૃતકને તપાસતા તેના પુત્ર ન હોવાનું માલુમ પડયું હતું. અને તેના પુત્રની તપાસ કરતા તે અરૂણાચલ પ્રદેશમાં હોવાનું જાણવા મળતા પોલીસ સાથે રૂપમે વિડીયો કોલમાં વાત કરી હતી.જેથી પોલીસે મૃતકની ઓળખ આપનાર માટે ઇનામ જાહેર કરી વધુ તજવીજ હાથ ધરી છુે.