- ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સોના ઘરે પોલીસ અને PGVCLના દરોડા
- ગુનાહિત ઇતિહાસ ધરાવતા 6 લોકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
- કડક ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી
ગુજરાતના DGPના આદેશથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર કાર્યવાહીનો અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં સીટી પોલીસ અને PGVCL તંત્ર દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ તથા વીજ મીટરોના ચેકિંગ કરવામાં આવ્યા હતા. જેમાં સિટી પોલીસ તથા PGVCL અધિકારી દ્વારા તાત્કાલિક હરકતમાં આવી શહેરના વિવિધ વિસ્તારો સોની તલાવડી, કુંભાર પરા, ફૂલગલી વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘર પર વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 6 લોકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ કડક ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં સીટી પોલીસ અને પીજીવીસીએલ તંત્ર દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ તથા વીજ મીટરોના ચેકિંગ ગુજરાતના ડીજીપીની કડક સૂચનાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર કાર્યવાહીનો અમલ શરૂૂ કરી દેવામાં આવ્યો હતો જેમાં સિટી પોલીસ પીઆઇ એમ યુ મશી પોલીસ તંત્ર તથા પીજીવીસીએલ અધિકારી દ્વારા તાત્કાલિક હરકતમાં આવી શહેરના વિવિધ વિસ્તારો સોની તલાવડી,કુંભાર પરા, ફૂલગલી વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ઘર પર વીજ ચેકિંગ માં 6 લોકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય ડીજીપી વિકાસ સહાયની સૂચના મુજબ સમગ્ર ગુજરાતની અંદર અસામાજિક ગુનાહિત પ્રવૃત્તિ કરતા તત્વો સામે 100 કલાકમાં કડક કાર્યવાહી હાથ ધરી પગલાં ભરવા માટે તંત્રને આદેશ આપવામાં આવ્યો છે ત્યારે ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં સીટી પોલીસ પી આઈ એમ યુ મશી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજ મીટર ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ધ્રાંગધ્રા ના વિવિધ વિસ્તારોમાં સીટી પોલીસ તંત્ર અને પીજીવીસીએલ તંત્ર દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ તથા વીજ મીટરોના ચેકિંગ ગુજરાતના ડીજીપીની કડક સૂચનાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર કાર્યવાહીનો અમલ શરૂૂ કરી દેવામાં આવ્યો હતો જેમાં સિટી પોલીસ પીઆઇ એમ યુ મશી પોલીસ તંત્ર તથા પીજીવીસીએલ અધિકારી દ્વારા તાત્કાલિક હરકતમાં આવી શહેરના વિવિધ વિસ્તારો સોની તલાવડી,કુંભાર પરા, ફૂલગલી વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ઘર પર વીજ ચેકિંગ માં 6 લોકોને ઝડપી પાડ્યા હતા તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં કડક ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી.
અહેવાલ: સલીમ ઘાંચી