લોકસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ફરજ સોપવામાં આવી હોવાથી મતદાન કરી શકે તેમ હોવાથી બંદોબસ્તમાં રહેલા પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનો માટે પોલીસ હેડ કવાર્ટર ખાતે મતદાન કરવામાં આવ્યું હતું.
૧૧૬૭ જેટલા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તેમજ ૪૦૦ હોમગાર્ડ માટે પોસ્ટલ બેલેટ જનરેટ કરી ચૂંટણી પંચ દ્વારા આવતા પોલીસ સ્ટાફે મતદાન કર્યુ હતું. બપોર સુધીમાં ૫૫૦ પોલીસ અને ૧૫૦ હોમગાર્ડે મતદાન કર્યુ હતું. સાંજ સુધીમાં મતદાનનો આંકડો વધે તેમ હોવાનું એસીપી બારૈયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.