રામનવમીએ બનેલા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે
રાજકોટ સહિત તમામ પોલીસ કમિશનર,રેન્જ આઇજી અને એસ.પી સાથે ડીજીપી વિકાસ સહાયે વી.સી યોજી
સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરાશે
વડોદરા અને ઉનામાં રામનવમીએ બનેલા કોમી તોફાનને લઈ ને હવે રાજ્યની પોલીસ સતર્ક થઈ છે.ત્યારે શનિવારના રોજ પરશુરામ જયંતી અને ઈદ બંને સાથે હોવાથી તેની રંગેચંગે ઉજવણી કરવા માટે લાગી ગયા છે. જ્યારે આ બંને તહેવારો એક જ દિવસે હોવાથી રાજ્યની પોલીસ સતર્ક બની છે.અને રામનવમીના તહેવાર પર બનેલી કોમી હિંસાની ઘટના ફરી ન ઘટે તે માટે ડીજીપી વિકાસ સહાય દ્વારા તાકિદની બેઠક યોજવામાં આવી છે.
રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે દ્વારા રાજ્યના તમામ જિલ્લાના પોલીસવડા, રેન્જ આઈજી, પોલીસ કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સના મારફત મિટિંગનું આયોજન કર્યું હતું જેમાં આવનારા પરશુરામ જયંતિ અને ઈદના તહેવારને લઈ તમામ પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. જ્યારે વડોદરામાં રામ નવમીના દિવસે કોમી રમખાણ થયું હતું તે માટે તે વિસ્તારમાં હાઈએલર્ટ રહેવાના આદેશ જારી કરવામાં આવ્યા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસનું વધુ માત્રામાં બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના આપવામાં આવી છે.હાલ આ કોન્ફરન્સમાં રામનવમીની શોભાયાત્રા તેમજ ઈદનું ઝુલુસ કાઢવા માટે પોલીસ દ્વારા અરજી આપવામાં આવે તે પહેલાં ક્યાં પગલાં લેવા તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પરશુરામ જયંતિ પર શોભાયાત્રા અને ઈદ પર ઝુલુસ કાઢવામાં આવે છે ત્યારે આ બંનેના રૂટ એક રસ્તા પર ના બને તે માટે તેના પર વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી છે .અને તે વાત પર વિશેષ કાળજી લેવની સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો માંથી જાણવા મળ્યું છે.જેથી શનિવારે પરશુરામ જયંતિ અને ઈદ બંને સાથે હોવાથી પોલીસ સતર્ક બની છે.