બંને પગ પોલિયોગ્રસ્ત હોવા છતાં આત્મવિશ્ર્વાસ અડગ: ગૃહ સુશોભનની અવનવી વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરે છે
કહેવત છે કે મન હોય તો માળવે જવાય અને એમ પણ કહેવાય છે ઇશ્વર જયારે કંઇક મનુષ્ય પાસેથી લે છે ત્યારે એનાથી અનેક ગણુ પાછુ આપે છે આ જ વાત ધોરાજીના જેતપુર રોડ, બજરંગ ઢોસા પાસે રહેતા સોનલબેન વિજયભાઇ માથુકિયાએ યથાર્થ કરી બતાવી છે.
જેતપુર રોડ પર રહેતા સોનલબેન વી. માથુકીયા ને માત્ર બે વર્ષ ની નાની ઉંમરે બન્ને પગ પોલીયોગ્રસ્ત થઇ ગયા. કુદરતના આવો ક્રુર મિજાજથી સહેજ પણ દુ:ખી થયા વગર ગભરાયા વગર પોતાના જીવનમાં આવતી બધી જ બાધાઓને ગણકાર્યા વગર ધોરણ–૮ થી જ કલા પ્રત્યે રુચિ ધરાવતા થઇ ગયા અને અવનવા લાકડાની તેમજ સૂકાઇ ગયેલી વેલ તેમજ સૂકા પાંદડામાંથી ગૃહ સુશોભનની અવનવી વસ્તુઓ બનાવે તેમજ વેચાણ કરે છે.
જેમાં કી સ્ટેન્ડ, શો પીસ, ઘડીયાળ, વોલપીસ જેવી અનેક વિધ વસ્તુઓ બનાવે છે. જે કયાંય પણ જોવા મળતી નથી. તે પોતાની બુધ્ધિ ચાર્તુથ તેમજ પોતાની સુઝ આવડતથી જ બનાવે છે. જયારે સોનલબેનને પૂછયું કે આ વસ્તુ બનાવવા માટે કદી પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરેલ નથી. તેમજ તેમની આવડત કોઠાસૂઝ ની કોઇ કોપી પણ કરી શકે નહીં.
પોતાના પરિવાર વિશે સોનલબેનને પૂછતા તેમણે કહ્યું હતું કે પરિવારના તમામ સદસ્યોનો સંપૂર્ણ સાર સહકારથી જ આ શકય બને છે. તેમના પતિ પણ પોલિયોગ્રસ્ત છે છતાં પણ તેમની આ ખામીને તેમણે ખુબી માની સંપૂર્ણ સાથ સહકારથી જ આ શકય બને છે. તેમના પતિ પણ પોલિયોગ્રસ્ત છે. છતાં પણ તેમની આ ખામીને તેમણે ખુબી માની સંપૂર્ણ રીતે સોનલબેનને સહકાર આપે છે. અને વુડન એન્ટીક આઇટમો બનાવવામાં તેમને પૂરેપૂરો સાથ આપે છે.
બંને પગે પોલીયો હોવા છતાં સોનલબેન વુડન આઇટમ સિવાય પણ ઘણી જ બાબતોમાં કુશળ છોે જેમ કે ડ્રોઇંગ પણ તેમનું અદભુત છે. જેને તે ગોડ ગીફટ માને છે જેમાં તેમણે ર૦ ફુટની રંગોળી બનાવેલ છે. ઇશ્ર્વરે આપેલી આ ખોટને તેમણે ખુબી સાબિત કરી દીધી જયારે મનાલી રીવર રાફટીંગ અને રીવર ક્રોસીગ થકી.
આ ઉપરાંત તેમણે એમ.એ. બી.ઇડી પીએચડી કરેલું છે. તેમજ સી.બી.એસ.સી. બોર્ડમાં ટીચર તરીકે ૧૪ વર્ષ ફરજ બજાવેલ છે.ખુબ સરળ સ્વભાવ ધરાવતા સોનલબેને વધુમાં જણાવ્યું હતું કે પોતે વાંચનનો ખુબ શોખ ધરાવે છે તેમજ પોતે હાસ્યને લગતી પ બુકસ પ્રકાશિત કરેલી છે તેમજ પોતાના ઘરે લાઇબ્રેરી પણ વસાવેલી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com