ધૃવિય વિસ્તારમાં રહેતા પોલાર બિયર હવે ધીરે-ધીરે લુપ્ત થઇ જશે કારણ કે વાતાવરણમાં ફેરફારને કારણે તેમને ખોરાક મેળવવામાં તકલીફો થઇ રહી છે. તેમનું મેટાબોલિઝમ પણ ઝડપી હોય છે. આ સિઝનમાં તેમને ખાવા માટે સિલ મળતા નથી. સામાન્ય જાનવરો કરતા તેમનામાં ડાયઝેશન પ્રોસેસ ૧.૬ ગણી વધુ હોય છે. છેલ્લા ૧૧ જ દિવસોમાં ૯ રીછોએ શરીરનું વજન ગુમાવ્યું છે તેમને જરુર પ્રમાણે ઉર્જા મળી રહી નથી. તેથી તેમના હાડકા પણ નબળા બની રહ્યાં છે. જો આજ સ્થિતિ રહી તો પોલાર બિયરનું અસ્તિત્વ જ નહીં રહે.
કેલિફોનિયાના સાન્તા ક્રૂઝે જણાવ્યું હતું કે રીછ દીન પ્રતિદીન નબળા પડી રહ્યાં છે. એપ્રિલથી જુલાઇ સુધી તેમને આ વાતાવરણનો સામનો કરવો પડે છે. હાલ તેમને શિકાર માટે બેસીને રાહ જેવી પડી રહી છે. અને જરુર પડતી ઉર્જા મળી રહી નથી. જીયોલોજીકલ સર્વે પ્રમાણે તેમને સૌથી વધુ સિલની આવશ્યકતા હોય છે. અન્ય વિસ્તારો કરતા આર્કટીક બમણી ગતિએ ગરમ થઇ રહ્યું છે. અને બર્ફ ઓગણી રહ્યો છે જેથી શિકાર માટે રીછોને દૂર-દૂર સુધી ચાલતા જવું પડે છે. પોલાર બિયર ખૂબ જ ઓછા વધ્યા છે. હવે આમ જ ચાલતું રહ્યું તો તેની પ્રજાતી જ લુપ્ત થઇ જશે.