નેપાળનું પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ, જેમાં મોટાભાગે ચીની બેંકો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. તે આર્થિક મુશ્કેલીઓ અને લાંબા ગાળાના દેવાનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટની જેમ જ આ એરપોર્ટ રોકાણ અને સમૃદ્ધિ આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે.
નેપાળનું ખૂબ જ મોંઘું પોખરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રોકડની તંગીવાળા નેપાળ માટે આર્થિક મોરચે શિરદર્દ બની ગયું છે. એરપોર્ટનું ભાવિ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટની સમાંતર છે જે ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલ હેઠળ બનાવવામાં આવ્યું હતું. મલ્ટિ-બિલિયન ડોલરનું બંદર આ પ્રદેશમાં રોકાણ અને સમૃદ્ધિ લાવવામાં નિષ્ફળ ગયું છે અને તેણે ઈસ્લામાબાદને એક દેવાની જાળમાં ફસાવી દીધું છે.
એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઈટ નહિ: માત્ર નેપાળને દેવાની જાળમાં ફસાવવા જ એરપોર્ટ બનાવ્યું હોવાનો ઘાટ, હવે લોન ચૂકવવામાં નેપાળને હાલત કપરી બને તેવા એંધાણ
જ્યારે નેપાળનું પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ચીનના બીઆતઆઈ હેઠળ બનાવવામાં આવ્યું નથી, ત્યારે ચીની બેંકોએ ફંડનો સિંહફાળો ઓફર કર્યો હતો અને એક ચીની પેઢીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું હતું. ઉદ્ઘાટન થયાના લગભગ 6 મહિના પછી, પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સિચુઆન ચીનથી એરપોર્ટ પર ઉતરી. મુસાફરો એથ્લેટ્સ અને ચાઇનીઝ અધિકારીઓ હતા જેઓ ડ્રેગન બોટ રેસ માટે આવ્યા હતા. આ સિવાય આ એરપોર્ટ ઉપર એકેય ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવી નથી.
ચીને 2025 સુધીમાં અંદાજિત 2,80,000 આંતરરાષ્ટ્રીય મુસાફરો એરપોર્ટ પરથી મુસાફરી કરવાની આગાહી કરી હતી. હાલમાં, ત્યાં કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ નથી.
આ એરપોર્ટનું બાંધકામ એપ્રિલ 2016 માં શરૂ થયું અને અંદાજિત ખર્ચ 305 મિલિયન ડોલર હતો, જેમાંથી એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક ઓફ ચાઈનાએ 215 મિલિયન ડોલર લોન તરીકે પ્રદાન કર્યા. એશિયન ડેવલપમેન્ટ બેંકે 37 મિલિયન ડોલરની લોન અને અનુદાન પ્રદાન કર્યું અને ઓપેક ફંડ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટે 11 મિલિયન ડોલરની લોન આપી.
એરપોર્ટના બાંધકામ પછી, બેઇજિંગે ઘોષણા કરવાનું શરૂ કર્યું કે તે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો ભાગ છે, જો કે નેપાળ દ્વારા ચીનના દાવાઓને ચૂપચાપ ફગાવી દેવામાં આવ્યા છે. નેપાળના વિદેશ મંત્રી એનપી સઈદે તાજેતરમાં જણાવ્યું હતું કે બીઆરઆઈની પ્રોજેક્ટ અમલીકરણ યોજના નેપાળ અને ચીન વચ્ચે ચર્ચાના તબક્કે છે. નેપાળમાં બીઆરઆઈ હેઠળ એક પણ પ્રોજેક્ટ અમલમાં આવ્યો નથી.
બીજી તરફ ગ્વાદર બંદરના નિર્માણ દરમિયાન, ચીન અને પાકિસ્તાન બંનેને વિશ્વાસ હતો કે પોર્ટ શરૂ થયાના થોડા વર્ષોમાં અબજો ડોલરના રોકાણના સોદા પર હસ્તાક્ષર કરવામાં આવશે, પરંતુ આવું કઈ થયું નથી. અને ફાયનાન્સિયલ પોસ્ટના અહેવાલ મુજબ પાકિસ્તાનનું ભાવિ ઝડપથી અંધકારમય બની રહ્યું છે.
ગ્વાદર પ્રોજેક્ટ્સ પણ અન્ય અવરોધોનો સામનો કરી રહી છે અને તેની ટૂંકા ગાળાની વ્યૂહરચના હેઠળ પાણી અને વીજળીની અછત સહિત રોજિંદા નવા મુદ્દાઓ ઉભા થઈ રહ્યા છે. આ અછતના કારણે અત્યાર સુધી પ્રોજેક્ટના અમલીકરણ અને વિકાસને ધીમો પડી ગયો છે.