મુંબઈથી ખ્યાતનામ શમીમ અબ્બાસ અને લક્ષ્મણ દુબેજીએ કાવ્ય ગોષ્ઠિમાં લોકોના મન મોહી લીધા
સિઝન સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મુંબઈથી ખ્યાતનામ એવા શમીમ અબ્બાસ અને લક્ષ્મણ દુબેજી દ્વારા કાવ્ય ગોષ્ઠી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર લક્ષ્મણ દુબેજી તથા સમીમ અબ્બાસે લોકોના મત મોહી લીધા હતા. આ કાર્યક્રમમાં સૌ.યુનિ.ના ઉપકુલપતિ વિજયભાઈ દેસાણી તથા રાજકોટની કાવ્ય ગઝલ પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હૈતી.
સમીમ અબ્બાસે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે હું મુંબઈથી જતો હતો જૂનાગઢ પરંતુ વચમાં રાજકોટ આવ્યું એટલે અહી ઉતરી ગયા. રાજકોટ યુનિવર્સિટીમાં સવારે બે કાર્યક્રમ થયા રાત્રે અહી કાર્યક્રમ માટે આમંત્રીત કર્યા તો અહી આવી ગયા અમારૂ તો એવું છે કે જયાં જે કોઈ બોલાવી લે ત્યાં જતા રહીએ બધા સમજે છે કે અમે શાયરી કરીએ છીએ પણ શાયરી અમને આવડતી જ નથી હા કોશિષ કરીએ છીએ મને રાજકોટમાં જાજુ સાંભળવા નથી મળ્યું આની પહેલા હું અહીયા આવ્યો છું એક છોકરીનું નામ છે જેની સાથે એક બે વાર ફેસબુક પર મુલાકાત થઈ જેનું શ્રધ્ધા નામ છે. એક બીજી સ્ત્રી જે મારી ઉંમરની હતી એ લેડી મુંબઈ આવ્યા ત્યારે મુલાકાત પણ થઈ હતી. તો આ રીતે રાજકોટમાં ટેલેન્ટ છે. પણ આજની વાત કરીએ તો એ ટેલેન્ટ ખુલીને બહાર નથી આવ્યું ભારતમાં યુવાનો શેર શાયરી બહુ કરે છે. અને ખુબ સારી કરે છે.
મેં સીતેર વર્ષ પુરા કર્યા છે. એ કાંઈ વધારે નથી જે નવા છોકરા છે. એમની પાસે બોલવા માટે ઘણો સમય છે. માટે એ શેર શાયરી કરવા કરતા વાચવામાં વધુ ધ્યાન આપે.
વિજયભાઈ દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સૌ.યુનિ.ના ગુજરાતી ભવન સાથે સાથે એચઆરડીસી ભવનમાં બંને ગઝળકારોનો કાર્યક્રમ હતો એક તો રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પણ છે. દુબેજી અને અબ્બાસજી ખૂબજ પ્રતિષ્ઠીત છે. અમેની ગઝલો દ્વારા યુવાનોને પ્રેરિત કર્યા છે. માટે આવા કાર્યક્રમો થતા રહેતો વિદ્યાર્થીઓને નવુ નવું જાણવા તથા શિખવા મળે
લક્ષ્મણ દુબેએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે કાવ્ય ચેતના એક અદભૂત શકિત છે હું સંપૂર્ણ પણે એ વાતમાં માનુ છું કે બ્રહ્મઆનંદનો સગોભાઈ કાવ્ય છે. કાવ્ય એ અંતિમ સુખ છે. એ ખબર પડે તો હું એની સાધનાના માર્ગે ચાલી પડયો છેલ્લા પંદર વર્ષથી પૂરા દેશમાં કાવ્ય ઉત્સવનું આયોજન કરૂ છું મુંબઈમાં રહુ છું પાંચ કવીઓને સાથે લઈ કાવ્યનો પ્રચાર પ્રસાર કરવા નિકળી પડયો છું અમે જૂનાગઢ જતા હતા ત્યારે મારા સહયોગી અબ્બાસ અને હું અહી રાજકોટ આવી ગયા.નવી પેઢીને કાવ્યથી પરિચિત કરવાની મારી ખૂબજ ઈચ્છા છે. મે મારા ગુરૂને વચન આપેલ કે શાસ્વત કાવ્યનો પ્રચાર પ્રસાર કરીશ હું વિદ્યાર્થીઓને તથા યુવાનોને લક્ષ્યમાં રાખી પ્રયાસો અને પ્રવાસો કરતો આવ્યો છું.