- વિરલ રાચ્છ, મિલિન્દ ગઢવી, નિતીન વડગામાએ ખંઢેરીયાની સર્જન યાત્રાની કરાવી સ્મરણયાત્રા
- આકાર ઇવેન્ટ્સના નયનભાઇ ભટ્ટ દ્વારા કાર્યક્રમમાં જાણિતા કલાકારો ભાસ્કર શુક્લ, નિધી ધોળકીયા, કુમાર પંડ્યા, વિદિતા શુક્લની રજૂઆતથી શ્રોતાઓ મંત્રમુગ્ધ
રાજકોટના હેમુ ગઢવી ઓડીટોરીયમ ખાતે તાજેતરમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી આકાર ઇવેન્ટ્સ, નયન ભટ્ટ અને મૃણાલિની ભટ્ટ દ્વારા ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ મનોજ ખંડેરીયાના જીવન-વન પર આધારીત એક વિશેષ સ્વરંજલી અને ભાવવંદના સભર કાર્યક્રમ રાજકોટની કલા અને સાહિષ્યપ્રેમી જનતા માટે યોજાઈ ગયો.
પુર્ણિમાબેન ખંડેરીયાના હસ્તે દિપ પ્રાગટ્ય અને રાજકોટના કેટલાક ગણનાપાત્ર કવિઓના સ્વાગત સન્માન સાથે કાર્યક્રમનો વિધિવત આરંભ થયેલ. સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના વિભાવના, સંકલન અને અત્યંત રસાળ શૈલીમાં સંચાલન વિરલ રાચ્છ તથા મિલિન્દ ગઢવીએ કરેલ. જાણીતા વક્તા કવિ નિતીન વડગામાએ એમના સચોટ પ્રવચનનાં કવિ મનોજ ખંડેરીયાની સર્જન યાત્રાની સ્મરણયાત્રા કરાવેલ. પુર્ણિમાબેને મંચ ઉપરથી મનોજભાઈ સાથેના સહજીવનના કેટલાક પ્રસંગો તાજા કરી શ્રોતાઓને ભાવવિભોર કરેલ. મૃણાલિનીબેન ભટ્ટ અને પલ્લવીબેન વ્યાસ દ્વારા કવિ મનોજ ખંડેરીયાની રચનાનું પઠન પણ કરાયેલ તેમજ વિશેષ પ્રયોગના ભાગરૂપે વિરલ રાચ્છ દ્વારા કવિ મનોજ ખંડેરીયાની ગઝલ પઠન થયેલ અને એ પઠન પર કુ. ખુશી વ્યાસે તેમજ મિલીન્દ ગઢવી દ્વારા પઠન કરાયેલ ગઝલ પર કુ. યશ્ર્વી જોષીએ નૃત્ય રજુ કરેલ.
ભાસ્કર શુક્લ, નીધી ધોળકીયા, કુમાર પંડ્યા તથા વિદિતા શુક્લ દ્વારા કવિ મનોજ ખંડેરીયાની કેટલીક ચુનીંદી રચનાઓની સંગીતમય પ્રસ્તુતી કરાયેલ. જેમને ભાર્ગવ ચાંગેલા, મીતેષ ઓઝા, આર્યન ઉપાધ્યાય અને અમીત કાચાનો વાધ સહયોગ સાંપડેલ. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે કવિઓ ભાસ્કર ભટ્ટ, ડો.લલીત ત્રિવેદી, દિલીપ જોષી, મહેન્દ્ર જોષી, અમીત વ્યાસ તથા મનોજ જોષી તેમજ કવયિત્રી લક્ષ્મીબેન ડોબરીયા ઉપસ્થિત રહેલ.
આકર્ષક મંચ સંરચના કેયુર અંજારીયા તથા સેટીંગ્સ અશોક લુંગતાર દ્વારા કરાયેલ. પ્રકાશ આયોજન ચેતન ટાંકનું હતું અને સાઉન્ડ પેરેમાઉન્ટ સાઉન્ડ સુનિલ રાદડીયા દ્વારા કરવામાં આવેલ.
રાજકોટની સાહિત્ય પ્રેમી જનતાએ આહ અને વાહના વારંવાર ઉદ્ગાર અને દાદ સાથે સમગ્ર કાર્યક્રમને મનભરીને માણેલ. સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તેમજ આકાર ઇવેન્ટ્સ વતી નયનભાઈ ભટ્ટ તથા મૃણાલિનીબેને ભારે જહેમત ઉઠાવી હતી.