બાન લેબ્સ દ્વારા કેઅર હર્બલ ગ્રીન ટી બજારમાં મુકાઇ: અનેક ફલેવર ઉપલબ્ધ
આજની તણાવ અને ભાગદોડવાળી જીંદગીમાં માનસિક તણાવ દુર કરવા લોકો દિવસમાં અનેક વાર ચાની ચુસ્કી લગાવતા હોય છે. જે ઘણીવાર સ્વાસ્થ્ય માટે હાનિકારક થાય છે. ત્યારે બાન લેબ્સ પ્રા. લી. દ્વારા આંતરરાષ્ટ્રીય ચા દિવસે અલગ અલગ સ્વાદ અને અદભુત જડીબુટ્ટીના મિશ્રણવાળી કેઅર હર્બન ગ્રીન ટી બહાર પાડવામાં આવી છે. જેમાં વિવિધ ફલેવર્સ જેવી કે અશ્ર્વગંધા સ્પાઇસ્ડ, મોરીંગા એન્ડ ગિલોય વીથ લેમનગ્રાસ અને સ્પીયરમીન્ટ, તરબુચ, જાસુદ તથા જાપાનીઝ માચા તેમજ આના સિવાય અનેક વેરાયટીની ગ્રીન ટી અદભુત સ્વાદમાં ઉપલબ્ધ છે. જે આજની તણાવ અને ભાગદોડવાળી જીંદગીમાં માનસિક શાંતિ, પેટને લગતી સમસ્યા, નવી શકિતનો સંચાર કરવા તેમજ રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા મદદરૂપ નીવડે છે. ત્યારે આ કેઅર હર્બલ ગ્રીન ટી ને લઇને વર્લ્ડ રેકોર્ડ બાન લેબ્સ પ્રા.લી. અને ૯૪.૩ માય એફએમ ના સંયુકત ઉપક્રમે બાલભવન ખાતે હજારો જેટલા ગ્રીન ટી ના રસીયાઓ અશ્ર્વગંધા સ્પાઇસ્ડ ગ્રીન ટીનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમ અંગે જયેશભાઇ ઉપાઘ્યાયએ કહ્યું હતું કે ખાસ કરીને રાજકોટની અંદર કોઇપણ સારુ કાર્ય થતુ હોય ત્યારે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ હંમેશા સહકાર આવતો રહે છે ત્યારે માય એફ, બાનલેબ સૌ કોઇ ભેગા મળીને ગ્રીન ટી પીવાના રેકોર્ડમાં હજારો મેમ્બરોએ સાથ સહકાર આપી રેકોર્ડ બ્રેક કર્યા છે. ત્યારે અમે આનંદ અનુભવીએ છીએ ત્યારે આ રેકોર્ડમાં વધુ પ્રમાણમાં વડીલોને ઉમેરીને રેકોર્ડ બ્રેકમાં બોલબાલાના સભ્યોએ સાથ સહકાર આપી આનંદ અનુભવ્યો છે.
હર્ષલ લાલવાણીએ કહ્યું હતું કે, હર્બલ ટી પરનો કોઇ રેકોર્ડ નથી ત્યારે હર્બલ ચા સ્વાસ્થય સુધારક ચા છે. હર્બલ ટીમાં અશ્ર્વગંધા સહીતના આયુર્વેદીક સ્પાશીયલ આવેલા છે ત્યારે હર્બલ ટીનો વર્લ્ડ રેકોર્ડ બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ હર્બલ ટી માં બધી રેન્જ હેલ્થ ગ્રીન ટી ની છે જેમાં મોરીગા, ગીલોય, લેમન, ગ્રાસ, સ્પેરવીંગ, અશ્ર્વગંગા સહીત યુનિક વસ્તુમાં જોઇએ તે ટુ ઇન વન ગ્રીન ટી છે જે ઠઁડા પાણી તેમજ ગરમ પાણીમાં પણ લેવામાં આવે છે. જેમાં જેપનીસવાચા, જેવી પાંચ વસ્તુઓ છે. ગ્રીન ટીનો ટેસ્ટ સરસ હશે ગ્રીન ટ્રી સામાન્ય ચા કરતાં વધુ સારી ગણાય છે. કારણ કે તેમાં એન્ટી ઓકસીઝનનું પ્રમાણ વધુ હોય છે. ગ્રીન ટી મેટા પોલીસઝમ, ઇમ્પ્રુવ કરે ડાયઝેશન ઇમ્પ્રવ કરે અને હાર્ટ રીલેટેડ પોબ્લેમમાં હેલ્થફુલ થાય છે.
નેશનલ હેડ ઓફ ગોલ્ડન ગ્રુપ ઓફ વર્લ્ડ રેકોર્ડ અલોક કુમારે કહ્યું હતું કે, આજે જે રેકોર્ડ બનેલો છે. તે ઇન્ડીયાના નહીં પરંતુ પુરા વર્લ્ડ
મા પહેલીવાર બન્યો છે. જેમાં બધા લોકો એક સાથે ટી ટેસ્ટ કરશે જે એક નવી ચા છે. જેનો લોકો એ ટેસ્ટ કર્યા તેમજ આહર્બલ ચાને ટેસ્ટ કરવા પ૦૦૦ લોકો ભાગ લેશે. અને આ વર્લ્ડમાં પહેલીવાર થયું છે. હર્બલ ટીનો પૂર્ણ રેકોર્ડ જોવા બાદ પ્રોવીઝન સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. પ્રોવીઝન્ટ સર્ટીફીકેટમાં નંબર હોતા નથી નંબર અને વેરીફાઇ કરવામાં આવતો હોય છે ત્યારે આ કાર્યક્રમ ખાલી ચાને કપને કાઉન્ટ કરવામાં આવશે હાજર રહેલા લોકોની માથાદીઠ ગણતરી કરાશે. તેમજ બાકી રહેલા લોકોને રેસીયો મા કાઉન્ટ કરી આ વર્લ્ડ રેકોર્ડની નોંધણી કરવામાં આવશે.