આ કૌભાંડ મેનેજમેન્ટની સો ઓડીટર્સની કામગીરી ઉપર પણ સવાલ ખડો કરે છે
આંતરિક અને બાહ્ય રીતે થતાં ઓડીટીંગમાં આટલુ મોટું કૌભાંડ બહાર જ ન આવ્યું તે નવાઈની વાત છે: જેટલી
અગર ચોકીદારો જ ઉંઘતા રહે તો ચોરી થવાની જ છે અથવા વાડ જ ચિભડા ગળે. આ બન્ને ગુજરાતી કહેવતો પંજાબ નેશનલ બેન્કના મસમોટા કૌભાંડમાં લાગુ પડે છે. એક તબક્કે વિજીલન્સ, એક્ષલેન્સ એવોર્ડ મેળવનારી ૧૨૩ વર્ષ જૂની દેશની પ્રથમ એવી સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્કના કૌભાંડના મુળમાં મેનેજમેન્ટ અને ઓડિટરોની નિષ્ફળતા સંપૂર્ણપણે જવાબદાર છે તેમ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું.
જેટલીએ આગળ કહ્યું હતું કે, પંજાબ નેશનલ બેન્કમાં કૌભાંડ થયું તે ઓડિટર્સ અને મેનેજમેન્ટની નિષ્ફળતા દર્શાવે છે. કેમ કે, ઓડિટર્સનું કામ હિસાબમાં કે એકાઉન્ટીંગ સિસ્ટમમાં કયાંય કંઈ ખોટુ થતું હોય તો તેને સપાટી પર લાવીને મેનેજમેન્ટને સમયસર રિપોર્ટ કરવાનો છે. પરંતુ પંજાબ નેશનલ બેન્કમાં ઓડિટીંગ સિસ્ટમ માલફંકશન અથવા ડિઝાસ્ટર દર્શાવે છે. અગર ઓડિટર એટલે કે, ચોકીદાર સુતા રહે તો ચોર ચોરી કરવામાં ફાવી જ જવાનો છે. જેટલી હવે બોલ્યા છે કે, પીએનબી કાંડ તે મેનેજમેન્ટ અને ઓડિટરોની નિષ્ફળતા છે. કેમ કે, આટલા વર્ષ સુધી ઓડિટર્સ શું કરતા હતા. તેમણે કહ્યું કે, આ કેસમાં જે પણ દોષીત હોય તેમને પકડીને સજા કરવી જોઈએ. જો દોષીતો વિદેશ ભાગી ગયા હોય તો તેમને પણ પકડી લાવીને સજા કરવી જોઈએ.
તેમણે એમ પણ જણાવ્યું કે, આ કૌભાંડ મેનેજમેન્ટની સાથે સાથે ઓડિટર્સની કામગીરી ઉપર પણ સવાલ કરે છે. આંતરીક અને બાહ્ય રીતે તા ઓડિટીંગમાં આટલું મોટું કૌભાંડ બહાર જ ન આવ્યું તે નવાઈની વાત છે. ખરેખર સીએ અને પ્રોફેશનલ્સે આ મુદ્દે આત્મ નિરીક્ષણ કરવું જોઈએ.
ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ પેદા થઈ છે. નિરવ મોદી અને ચોકસીની ૧૨૦ કંપનીઓ ઈડીની તપાસના દાયરામાં આવી ગઈ છે. કેમ કે, લોનની રકમ આ તમામ કંપનીઓને ટ્રાન્સફર કરાઈ હોવાનું ઈડી અને સીબીઆઈ માને છે. જયારે નિરવના વકીલ દાવો કરે છે કે, કેસમાં કોઈ દમ નથી. ટુ-જી અને બોફોર્સ જેવા આ કેસમાં હાલ શે.
આ કેસમાં નિરવ મોદીની કંપનીના ફાયનાન્સ વિભાગના પ્રમુખ વિપુલ અંબાણી સહિત પાંચ લોકોની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સીવાય નિરવ મોદી તથા ગીતાંજલી જવેલરીની ૨૦થી વધુ જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા છે.